Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન:ભાજપ 3 અને 4 એપ્રિલે 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરશે, 76 બેઠકો સામે 1434 દાવેદારોની ટિકિટ માટે રસાકસી

    6 days ago

    વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેની રાહ જોયા વિના જ તમામ 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે. બે દિવસીય ઉદ્ઘાટન સમારોહ આજે 3 એપ્રિલ અને આવતીકાલ 4 એપ્રિલ એમ બે દિવસ દરમિયાન શહેરના તમામ વોર્ડમાં કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સહિતના અગ્રણી નેતાઓ હાજર રહી પ્રચાર કાર્યને વેગ આપશે. પ્રથમ દિવસે 14 વોર્ડમાં ધમધમાટ આજે શુક્રવારના રોજ પ્રથમ તબક્કામાં 19 પૈકી 14 વોર્ડના કાર્યાલયો ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 2, 3, 5, 7, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18 અને 19નો સમાવેશ થાય છે. જ્યારે બાકીના પાંચ વોર્ડમાં આવતીકાલે ઉદ્ઘાટન વિધિ સંપન્ન થશે. 76 બેઠકો સામે 1434 દાવેદારોની ટિકિટ માટે રસાકસી વડોદરાને ભાજપનો ગઢ માનવામાં આવે છે, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મનપાના 19 વોર્ડની કુલ 76 બેઠકો માટે ભાજપમાંથી અધધ 1434 કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે પ્રદેશ મોવડી મંડળ માટે આટલી મોટી સંખ્યામાંથી યોગ્ય અને સક્ષમ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવો એ એક પડકારજનક કાર્ય બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
    Next Article
    ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા બાળ પુસ્તક દિનની ઉજવણી:ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પ્રમોદ શાહના પ્રમુખસ્થાને કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment