Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    6 days ago

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવા માર્ગદર્શન અપાયું હતું. આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વધુમાં, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈટી કામગીરી, SVEEP હેઠળ મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, એસએમએસ મોનિટરિંગ, પોલિંગ સ્ટાફ માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો, કસ્ટમાઇઝ્ડ કિટ, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ અને વીડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લાજપોર જેલમાં SMC કર્મચારીનું શંકાસ્પદ મોત:ડિંડોલી પોલીસે પૈસાની લેતીદેતીમાં પકડેલા યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો; પરિવારે વ્યાજખોરોના ત્રાસનો આક્ષેપ કર્યો
    Next Article
    વડોદરામાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન:ભાજપ 3 અને 4 એપ્રિલે 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરશે, 76 બેઠકો સામે 1434 દાવેદારોની ટિકિટ માટે રસાકસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment