Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 3 દિવસમાં જ રોડ ઉખડી ગયો:માત્ર 34 ડિગ્રી ગરમીમાં જ રડામર ઓગળીને પગમાં ચોંટવા લાગ્યો, લોકોએ કહ્યું; 3 મહિનામાં 3 વાર રોડ તૂટ્યો, નેતાઓ ચૂંટણીમાં વોટ માંગવા જ આવે છે

    12 hours ago

    વડોદરાના તરસાલી વિસ્તારમાં આવે રવિ પાર્ક સોસાયટી પાસેના રોડની કામગીરીની ગુણવત્તાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ત્રણ દિવસ પહેલાં મોડી રાત્રે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, જેમાં સિલિકોન અને રેતી નાખી કર્મચારીઓ જતા રહ્યા હતા. જોકે, રોડની યોગ્ય સફાઈ કે માટી દૂર કરવાની કામગીરી કરવામાં ન આવતા ત્રણ દિવસમાં જ રોડની હાલત ફરી ખરાબ થઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડ પર બાઇક સ્લીપ થતાં બે લોકોને ઈજા પણ થઈ છે અને રસ્તામાં જતા લોકોના પગમાં ડામર ચોટી જાય છે. જેથી લોકો પરેશાન થઈ ગયા છે. સ્થાનિક ગોવિંદસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 3 દિવસ પહેલા રાત્રે લગભગ 11:30 થી 12 વાગ્યાની આસપાસ અહીં રોડનું કામગીરી કરવામાં આવી હતી. સિલિકોન અને રેતી નાખીને કર્મચારીઓ જતા રહ્યા હતા. રોડ પર સફાઈ કે માટી ક્લિયર કરવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી. આજે ત્રીજા દિવસે પણ રોડની આવી જ પરિસ્થિતિ છે. પરમ દિવસે બે લોકો અહીં બાઇક પરથી સ્લિપ થઈને પડી ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજી વખત રોડ બન્યો છે, છતાં પણ રોડની સ્થિતિ આવી જ ખરાબ છે. રાત્રે કામગીરી વખતે કોઈ સુપરવાઇઝર કે કોર્પોરેશનના અધિકારી હાજર નહોતા. માત્ર લેબર વર્કરો હતા, જેઓ કામ કરીને જતા રહ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી ઉંમર 75 વર્ષની છે, અને જો હું સ્કૂટર લઈને નીકળું અને સ્લિપ થઈ જાઉં તો આની જવાબદારી કોની? હું અહીં એકલો રહું છું, મારી પાછળ સંભાળ રાખનાર કોઈ નથી. અમે નિયમિત ટેક્સ ચૂકવીએ છીએ, તો પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે બગાડ શા માટે થાય છે? કોર્પોરેટર કે કમિશનર શું કરે છે એ સમજાતું નથી. ચૂંટણી સમયે વોટ માંગવા માટે તો પગે પડે છે, પણ ચૂંટણી પછી કોઈ દેખાતું નથી કે રસ્તાની સ્થિતિ જોવા આવતું નથી. તેઓએ ઉમેર્યું હતું કે, અહીંથી મહિલાઓ અને બાળકો પસાર થાય છે, આવા ચીકણા અને ખરાબ રસ્તા પરથી પસાર થવું કેટલું સલામત છે? અગાઉ ઘનશ્યામભાઈ પટેલ કોર્પોરેટર હતા, પણ હાલમાં કયા નવા કોર્પોરેટર છે તેની પણ કોઈને ઓળખ કે માહિતી નથી. અહીં રસ્તાની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે. સ્થાનિક અજય વાળંદે જણાવ્યું હતું કે, રસ્તાની હાલત એવી છે કે, અમે આ બાબતે ઓનલાઇન બે-ત્રણ ફરિયાદો પણ કરેલી છે, પરંતુ તેના પર કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. રાત્રે 12 વાગ્યે જ્યારે આજુબાજુની પબ્લિક ઊંઘી ગઈ હોય, ત્યારે તે લોકો રોડ પર આવીને કેવું કામ કરીને જતા રહે છે તે અંગે કોઈને કંઈ જ ખબર પડતી નથી. જો અમે કામ કરતા લોકોને પૂછીએ કે તમારી સાથે કોઈ કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર છે, તો તેઓ કોઈ જ જવાબ આપતા નથી અને ફક્ત એવું જ કહે છે કે અમને કામ સોંપ્યું છે એટલે અમે કરીને જતા રહીએ છીએ." તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઋતુમાં જો આ રોડ આટલો ઉખડતો હોય, તો ઉનાળામાં 40થી 45 ડિગ્રી તાપમાનમાં આ રોડની શું હાલત થાય? અત્યારે ચાલીને જવામાં પણ તકલીફ થઈ રહી છે અને આજુબાજુના રહીશો આ રસ્તાની સ્થિતિથી કંટારી ગયા છે. અમારી અન્ય કોઈ મોટી માગણીઓ નથી, બસ રસ્તા, ગટર લાઇન અને પીવાના પાણીની સુવિધાઓ સારી અને વ્યવસ્થિત રીતે મળે એટલું જ અમે ઇચ્છીએ છીએ. આ માત્ર અમારો જ નહીં, પણ આખા બરોડા, ગુજરાત અને દેશની પ્રજાનો સવાલ છે. કોર્પોરેશન કે વહીવટી તંત્ર પાસે આ પાયાની સુવિધાઓ સિવાય અમારી બીજી કોઈ માગ નથી. પરમ દિવસે રાત્રે જ એ લોકોએ રોડનું રિપેરિંગ કામ કર્યું હતું અને આજે 3 જ દિવસમાં રોડની હાલત ઉખડી ગઈ છે. હજુ તો કોઈ વરસાદ પણ નથી પડ્યો, જો વરસાદ પડશે તો આ રોડની શું સ્થિતિ થશે એ જ મોટો પ્રશ્ન છે. સામાજિક કાર્યકર પ્રજ્ઞેશ જયસ્વાલ એ જણાવ્યું હતું કે, પરમ દિવસે અહીંના સ્થાનિક લોકો માટે આ રસ્તા પર ડામર પાથરવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેશનના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે તેઓ અહીં કયું અને કેટલું કામ કરી રહ્યા છે, ત્યારે તેઓ કંઈપણ સ્પષ્ટ કહ્યા વિના જ નીકળી ગયા. આજે માત્ર બે જ દિવસમાં આ આખો રોડ ઓગળી ગયો છે અને તેના પર ચાલવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. અહીં નજીકમાં જ ઉમા વિદ્યાલય અને પ્લે સેન્ટર આવેલા છે, જ્યાંથી નાના બાળકો અને સિનિયર સિટીઝન્સ સતત પસાર થાય છે. આવા રસ્તાને કારણે જો કાલે કોઈ અકસ્માત કે જાનહાનિ થાય, તો એની જવાબદારી કોની? જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું છે તેના કામની FSL તપાસ થવી જોઈએ અને એની પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ડેમ છલકાવાને 9 સેન્ટિમીટર બાકી:સાંજે 4 વાગ્યે CM ભુપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણાં કરે તેવી શક્યતા; ત્રણ વીજ ટર્બાઇન પૂરજોશમાં કાર્યાન્વિત
    Next Article
    20 ટનની ક્રેઇને સ્કૂટરચાલકને કચડી નાખ્યો:રાજકોટના 80 ફૂટ રોડ પર ક્રેઇનના તોતિંગ વ્હીલ નીચે યુવક ચગદાયો, ચાર માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment