Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 ટનની ક્રેઇને સ્કૂટરચાલકને કચડી નાખ્યો:રાજકોટના 80 ફૂટ રોડ પર ક્રેઇનના તોતિંગ વ્હીલ નીચે યુવક ચગદાયો, ચાર માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

    13 hours ago

    રાજકોટના મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 20 ટનની ક્રેઈનનું વ્હીલ બાઈક ચાલક પર ફરી વળતા 39 વર્ષીય આમદ શેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ક્રેઈન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અક્સ્માતની ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ક્રેઈન ચાલક દ્વારા બાઇકને ઠોકર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી ક્રેઈન ચાલકની શોધખોળ હાથ ધરી છે. પાછળથી ક્રેઈને અડફેટે લેતાં માથું છૂંદાયું શહેરના વાવડી રોડ પર આવેલ મહમદી બાગ શેરી નંબર-6માં રહેતા 39 વર્ષીય આમદભાઈ સુમારભાઈ શેખ મંગળવારે બપોરના 12 વાગ્યા આસપાસ પોતાનું અરબનીયા સ્કૂટર લઈને જઈ રહ્યા હતા. આ સમયે મવડી 80 ફૂટ રોડ પર પાછળથી આવતી કેઈને અચાનક સ્કૂટર સાથે આમદભાઈને અડફેટે લીધા હતા. કેઈનનું વ્હીલ આમદભાઈની માથે ફરી વળતા તેનું માથું છૂંદાઇ ગયું હતું અને ગંભીર ઇજાના કારણે લોહીલુહાણ હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું. લોકોના ટોળા એકત્ર થાય એ પહેલા ક્રેઈન ચાલક ક્રેઈન મુકી નાસી છૂટ્યો હતો. ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી આ બનાવની જાણ 108ને કરવામાં આવતા 108ના ઈએમટીએ આમદ ભાઈને તપાસી સ્થળ ઉપર જ મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આમદભાઈ ડ્રિલિંગ મશીન રીપેરીંગનું કામ કરતા હતા અને તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ક્રેઈન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 3 દિવસમાં જ રોડ ઉખડી ગયો:માત્ર 34 ડિગ્રી ગરમીમાં જ રડામર ઓગળીને પગમાં ચોંટવા લાગ્યો, લોકોએ કહ્યું; 3 મહિનામાં 3 વાર રોડ તૂટ્યો, નેતાઓ ચૂંટણીમાં વોટ માંગવા જ આવે છે
    Next Article
    ગાંધીનગર મનપામાં કયા વોર્ડમાં કોની-કોની વચ્ચે ટક્કર?:44 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, જુઓ નામ અને ફોટો સાથેની યાદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment