Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમ છલકાવાને 9 સેન્ટિમીટર બાકી:સાંજે 4 વાગ્યે CM ભુપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણાં કરે તેવી શક્યતા; ત્રણ વીજ ટર્બાઇન પૂરજોશમાં કાર્યાન્વિત

    12 hours ago

    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાની અત્યંત નજીક પહોંચી ગયો છે. હાલ ડેમની જળસપાટી 138.59 મીટરે પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ ક્ષમતા 138.68 મીટરથી માત્ર 9 સેન્ટિમીટર જ દૂર છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકના પગલે 30 સપ્ટેમ્બર બુધવારે સાંજે 4 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધના ગેટ ખોલીને નર્મદા નીરના શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં કરે તેવી શક્યતા છે ઉપરવાસમાંથી પાણીની વિપુલ આવક ચાલુ હાલમાં ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 49,718 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આ જંગી આવકના કારણે ડેમ પોતાની પૂર્ણ સપાટી સર કરવા તરફ આગળ વધી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિયમોનુસાર જળ સ્તરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પાણીની અછત દૂર થશે નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. ડેમમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે. આગામી કડકડતા ઉનાળા દરમિયાન પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા પૂરતી માત્રામાં જળવાઈ રહેશે. વીજ ઉત્પાદન ક્ષમતામાં પણ મોટો વધારો પાણીના વિપુલ જથ્થાની સાથે સાથે વીજ ઉત્પાદનમાં પણ ગતિ આવી છે. નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન હાલમાં પૂરજોશમાં કાર્યાન્વિત કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન ડેમ સંપૂર્ણ ભરાવાની તૈયારીમાં હોવાથી સમગ્ર રાજ્યના ખેડૂતો અને નાગરિકોમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતની પાણીની ચિંતા ટળી નર્મદા ડેમ વધુ એક વખત પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહ્યો છે. જે હાલ 98 ટકા જેટલો ભરાઇ ચુક્યો છે. આગામી એક વર્ષ માટે રાજ્યના ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈનું પાણી આપવા સક્ષમ બની ગયો છે. એટલું જ નહિ રાજ્યની ઇન્ડસ્ટ્રીઝને પાણી પૂરું પાડવા અને રાજ્યની નદીઓ તળાવો ભરવા માટે પણ સક્ષમ બન્યો છે. આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે આ વર્ષે નર્મદા બેસિન અને ડેમમાં થયેલા વ્યાપક વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે, જેના પરિણામે રાજ્યને મોટો લાભ થશે. ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે. કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ નર્મદા કમાન્ડ વિસ્તારના તમામ ખેડૂતોને રવી પાકની સિંચાઈ માટે પર્યાપ્ત પાણી મળશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે પણ નર્મદા જળ પૂરા પાડવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર યોજના થકી 63 હજાર કિલોમીટર લંબાઇના નહેર માળખા દ્વારા કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે, જે ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જીવાદોરી સમાન છે. સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નજીક આવેલો છે. આ ડેમ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે. ડેમના નિર્માણ અને ઇતિહાસ પર એક નજર સરદાર સરોવર ડેમની પાયાની શિલા 5 એપ્રિલ 1961ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા મૂકવામાં આવી હતી. 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવ્યો હતો. 1987માં ડેમનું બાંધકામ શરૂ થયું, પરંતુ 1995માં નર્મદા બચાવો આંદોલનના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો. 2000માં આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવ્યો અને 2017માં એની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી. 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    What's Wrong With Drake Maye? Patriots Quarterback's Shaky Three-Game Start Sparks Fresh Injury Questions
    Next Article
    વડોદરામાં 3 દિવસમાં જ રોડ ઉખડી ગયો:માત્ર 34 ડિગ્રી ગરમીમાં જ રડામર ઓગળીને પગમાં ચોંટવા લાગ્યો, લોકોએ કહ્યું; 3 મહિનામાં 3 વાર રોડ તૂટ્યો, નેતાઓ ચૂંટણીમાં વોટ માંગવા જ આવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment