Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી 3 કિલો સોના-ચાંદીની લૂંટ:કારમાં આવેલા 3 થી 4 લૂંટારુ લૂંટને અંજામ આપી ફરાર, CP સહિતનો કાફલો ઘટના સ્થળ પર

    10 hours ago

    રાજકોટ શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન જ જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી અંદાજિત 3 કિલો સોના-ચાંદીની લૂંટ થતા સનસનાટી મચી છે. આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારીને ત્રણથી ચાર લૂંટારુઓએ આંતરી ફાયરીંગ કરી લૂંટ ચલાવી. કર્મચારીને છાતીના ભાગે ગોળી માળતા ટૂંકી સારવારના અંતે મોત નિપજ્યું. કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટારુએ ફાયરીંગ કર્યું શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડના કર્મચારી લાલભાઈ સરધારા અંદાજિત 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેની પાસે રહેલો દાગીના ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, લાલભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરીંગ કરી લૂંટ ચલાવી. લાલભાઈને છાતીના ભાગે ગોળી લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટમલાં ખસેડાયા. જ્યાં ટૂંકી સારવાર દરમિાયન તેમનું મોત નિપજ્યું. ફરાર થઈ ગયેલા લૂંટારુઓની શોધખોળ શરૂ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા થોરાળા પોલીસ કમિશનર સહિતનો કાફળો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. તન્વી ગોલ્ડના ઘાયલ કર્મચારી 45 વર્ષીય લાલ ભાઈ સરધારાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે આવ્યા ખસેડવામા.સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
    Click here to Read More
    Previous Article
    સંજુ સેમસન 23 બોલમાં 56 રન બનાવીને આઉટ:248 રનના ચેઝમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી, કેપ્ટન અય્યર પણ આઉટ; ટીમ ઈન્ડિયાનો સ્કોર 115/3
    Next Article
    સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી બદલ 5 લીઝધારકોને કરોડોનો દંડ:ખાણ-ખનીજ વિભાગે ₹370 કરોડથી વધુનો દંડ ફટકાર્યો, લીઝ રદ કરવાની કાર્યવાહી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment