Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી બદલ 5 લીઝધારકોને કરોડોનો દંડ:ખાણ-ખનીજ વિભાગે ₹370 કરોડથી વધુનો દંડ ફટકાર્યો, લીઝ રદ કરવાની કાર્યવાહી શરૂ

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી છે. થાનગઢ અને જામવાડી વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની લીઝની આડમાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી પાસના દુરુપયોગ બદલ પાંચ લીઝધારકોને કુલ 370.64 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ધરમશીભાઈ મંગાભાઇ કોળીને 39.22 કરોડ રૂપિયા અને વિઠ્ઠલભાઇ જાગાભાઇ અલગોતરને 157.03 કરોડ રૂપિયાનો દંડ થયો છે. સ્વર્ગસ્થ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવના વારસદારો (રંજનબાળા અને રૂપાબેન સચદેવ)ને બે લીઝ માટે કુલ 142.29 કરોડ રૂપિયાનો દંડ કરાયો છે. રંજનબાળા સચદેવને અન્ય એક લીઝ માટે 32.38 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગે જણાવ્યું કે, આગામી સમયમાં આ તમામ લીઝધારકો પાસેથી દંડની રકમ જમીન મહેસૂલ કાયદા હેઠળ વસૂલવામાં આવશે. તેમની લીઝ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી 3 કિલો સોના-ચાંદીની લૂંટ:કારમાં આવેલા 3 થી 4 લૂંટારુ લૂંટને અંજામ આપી ફરાર, CP સહિતનો કાફલો ઘટના સ્થળ પર
    Next Article
    Fiery Vindaloo To Sweet Bebinca, 7 Goan Food and Drinks To Choose Over Cafe Food

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment