Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજુ સેમસન 23 બોલમાં 56 રન બનાવીને આઉટ:248 રનના ચેઝમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી, કેપ્ટન અય્યર પણ આઉટ; ટીમ ઈન્ડિયાનો સ્કોર 115/3

    1 day ago

    વેસ્ટઇન્ડિઝે ચોથી T-20માં ભારતને 248 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 10 ઓવરમાં 115/3 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને તિલક વર્મા ક્રિઝ પર છે. સંજુ સેમસન, ઇશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યર આઉટ થઈ ચૂક્યા છે. ટૉસ હારતા પહેલી બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડીઝે સંપૂર્ણ 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા. કેપ્ટન શાઈ હોપે બુધવારે પોતાની ત્રીજી સદી ફટકારતાં 50 બોલમાં 102 રન બનાવ્યા. તેણે 4 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. હોપે સિરીઝમાં પોતાની બીજી સદી ફટકારી. આ પહેલાં તેણે રાંચીમાં રમાયેલી બીજી T-20માં સદી ફટકારી હતી. તેના સિવાય શેરફેન રધરફોર્ડે અણનમ 49 રન બનાવ્યા. ભારત તરફથી પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    Q2 Results Live: MRPL Profit Doubles, ICICI Lombard Profit Rises 15%, Declares Dividend
    Next Article
    રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી 3 કિલો સોના-ચાંદીની લૂંટ:કારમાં આવેલા 3 થી 4 લૂંટારુ લૂંટને અંજામ આપી ફરાર, CP સહિતનો કાફલો ઘટના સ્થળ પર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment