Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના 3 ગુનામાં વોન્ટેડ નિલ્યો ઘોડો ઝડપાયો:પારડીના ઓરવાડ ગામે વોચ ગોઠવી દબોચ્યો; 29 ગુનાનો લાંબો ઇતિહાસ ખુલ્યો

    1 day ago

    વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ દારૂબંધીના ત્રણ ગુનામાં લાંબા સમયથી ફરાર રીઢા બુટલેગર નિલેશ ઉર્ફે 'નિલ્યો ઘોડો'ને ઝડપી પાડ્યો છે. આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં કુલ 29 ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી વલસાડ રૂરલ, પારડી અને સુરત ગ્રામ્યના મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો. LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે પારડીના ઓરવાડ ગામે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સક્રિય હતી. હેડ કોન્સ્ટેબલ કનકસિંહ દોલુભાને મળેલી બાતમીના આધારે પીઆઈ એ. યુ. રોઝ અને પીએસઆઈ જે. જી. વસાવા સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલ આરોપી નિલેશ ઉર્ફે નિલ્યો ઘોડો (ઉંમર 41) હાલ પારડીના ઓરવાડ, માણેકનગરનો રહેવાસી છે અને મૂળ જૌનપુર (ઉત્તર પ્રદેશ)નો વતની છે. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે માત્ર દારૂની હેરાફેરી જ નહીં, પરંતુ હત્યાના પ્રયાસ, છેતરપિંડી અને સરકારી કર્મચારી પર હુમલા જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. પારડી પોલીસ સ્ટેશનમાં તેની સામે 13 ગુના નોંધાયેલા છે, જ્યારે નવસારી રૂરલ અને જલાલપોર પોલીસમાં 7 ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત, વલસાડ ટાઉન, ડુંગરી, વાપી ટાઉન, ગણદેવી, કોસંબા અને પલસાણા પોલીસ મથકોમાં પણ પ્રોહીબિશન સહિતના અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં બારે મેઘ ખાંગા:દરિયામાં તોફાન, સાત દિવસ ભારે વરસાદની આગાહી, TET પ્રીલિમનું રિઝલ્ટ જાહેર, રાજકોટ સિવિલના સ્ટાફે દર્દીને રોડ પર ફેંકી દીધો
    Next Article
    SOG પોલીસની કાર્યવાહી:અલંગ પોલીસ સ્ટેશનના NDPS કેસનો લાંબા સમયથી નાસતો ફરતો "જગદીશ આલગોતર" રાજપરાથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment