Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOG એ NDPS કેસના વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પંચમહાલ પોલીસે એક વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી પકડ્યો

    2 weeks ago

    પંચમહાલ-ગોધરા SOG પોલીસે NDPS એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ) અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત દ્વારા નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ, લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ SOG ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. SOGની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ જિલ્લાના ઢેબર બડી ગામમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, રાજગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0426/2025 હેઠળ NDPS એક્ટની કલમ 8(સી) અને 15 મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી લાલુ રાધુસિંગ ભાભોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે રાજગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    87 જગ્યાએ ભરાતું વરસાદી પાણી:મનપાએ ચોમાસામાં પાણી ભરાય તો તેની ફરિયાદના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
    Next Article
    ધારપુરમાં સ્વતંત્ર તલાટી અપાતાં લોકોની હાલાકી દૂર થશે:પાટણ તાલુકા પંચાયત સદસ્યની રજૂઆત બાદ નિમણૂક, જન્મ અને મરણના પ્રમાણપત્ર નીકળશે, વહીવટી પ્રક્રિયા સુચારુ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment