Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલમાં પત્રકાર સહિત 3 સામે 26 લાખની તોડબાજીની FIR:પતિને જામીન અપાવવાના નામે પોલીસ-જેલ-કોર્ટમાં વહીવટ કરવો પડશે કહી નાણા પડાવ્યા, રૂપિયા પરત માંગતા હત્યાની ધમકી

    12 hours ago

    ગોંડલમાં આંગડિયા પેઢીમાં ઉચાપતના ગુનામાં સબ જેલમાં બંધ પતિને જામીન અપાવવાના નામે એક મહિલા પાસેથી રૂ.26 લાખ પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં કથિત પત્રકાર સહિત ત્રણ શખ્સો સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તોડબાજી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં પત્રકાર રવિ રામાણી, મયુર સોની અને અજય ગોસ્વામી (મૂર્તિના ડેલાવાળા) સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદી સોનલબેને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં આ ત્રણેય લોકોએ તેમની પાસેથી પૈસા પડાવ્યાં તે જણાવ્યું હતું. આ સાથે સોનલબેન અને આરોપી પત્રકાર રવિ રામાણી વચ્ચેની ટેલિફોનિક વાતચીતનું 3 મિનિટ 25 સેકેન્ડનું કોલ રેકોર્ડ પણ દિવ્યભાસ્કરને મળ્યું છે, જેમાં પત્રકાર રવિ રામાણી તેમને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે. પોલીસ, જેલ અને કોર્ટમાં વહીવટ કરવાના નામે નાણાં પડાવ્યા ફરિયાદી સોનલબેને દિવ્યભાસ્કરને જણાવ્યું કે તેમના પતિ પી.એમ. આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા અને તેમની સામે ઉચાપતનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પતિ ગોંડલ સબ જેલમાં બંધ હતા. આ દરમિયાન ત્રણેય આરોપીઓએ પતિને જામીન અપાવી દેવાની વાત કરી સોનલબેનનો સંપર્ક કર્યો હતો. આ આરોપીઓએ સોનલબેનને ડરાવ્યા હતા કે તેમના પતિ સાથે તેમનું અને તેમના સસરાનું નામ પણ આ ઉચાપતના ગુનામાં ખૂલે તેમ છે. તેઓએ ખાતરી આપી હતી કે 26 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને મયુરભાઇ એકાદ મહિનામાં બહાર નીકળી જશે. આરોપીઓએ પોલીસ ખાતામાં, જેલમાં અને કોર્ટમાં વહીવટ કરવો પડશે તેમ કહી નાણાંની માગણી કરી હતી. જો રૂપિયા નહીં આપવામાં આવે તો સોનલબેન અને તેમના સસરાને પણ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સોશિયલ મીડિયા ચેનલ અને અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો પત્રકાર રવિ રામાણીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ હોવાનો અને ગોંડલમાં અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી સોનલબેનના પતિને જામીન અપાવવા માટે સેટિંગ કરાવી આપવાની લાલચ આપી હતી. આ રીતે આરોપીઓએ કટકે-કટકે નાણાં મેળવ્યા હતા. સોનલબેને પોતાના સોનાના દાગીના રાજકોટ સિટિઝન્સ કો.ઓપ બેંકમાં મૂકીને લોન લીધી હતી અને સગાસંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને કટકે કટકે કુલ રૂ.26 લાખ આરોપીઓને ચૂકવ્યા હતા. આ રીતે આરોપીઓ દ્વારા કુલ રૂ.26 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પતિના જામીન ન થતાં છેતરપિંડી થયાની શંકા ગઈ આરોપીઓને લાખો રૂપિયા આપવા છતાં પતિના જામીન ન થતાં સોનલબેનને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે તપાસ કરતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે આરોપીઓ પાસે નાણાં બાબતે વાત કરતાં તેમને પોતાના ડેલે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની અને તેમના પતિને જેલમાં વધુ તકલીફ પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. રાજકોટ જિલ્લા SP સમક્ષ પણ રજૂઆત કરી આ મામલે ફરિયાદ નોંધાય નહીં તે માટે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. બીજી તરફ, ફરિયાદી મહિલા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. SPએ મહિલાની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો સોનલબેનની ફરિયાદના આધારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે BNSની કલમ 61(2), 308(7) અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં રૂ. 26 લાખની કથિત તોડબાજી, નાણાંની લેવડદેવડ અને ધમકીના આક્ષેપો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. આરોપીઓ સામે આગળ કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ન્યૂ મણીનગર શ્રી નંદ સિટી-6માં આઠમા નોરતે ગરબાની રમઝટ, બાળકોથી વડીલો સુધી સૌએ રાસ અને ત્રણ તાળી સાથે ઉત્સાહભેર ઉજવણી કરી
    Next Article
    પ્રજ્ઞાન ઓઝા BCCIના ચીફ સિલેક્ટર બન્યા:અજિત અગરકરની જગ્યા લેશે; રમેશ પવાર સિનિયર સિલેક્શન કમિટીમાં સામેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment