Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ વચ્ચે જ 3 ડાલામથ્થાએ જીવતા પશુને ચીરી ખાધું:સાવરકુંડલા-રાજુલા હાઇવે પર વાહનચાલકોએ હોર્ન માર્યા છતાં સાવજો ટસના મસ ન થયા, 25 મિનિટ બાદ ઢસડીને લઈ ગયાં

    14 hours ago

    અમરેલી જિલ્લામાં સાવરકુંડલા-રાજુલા હાઇવે પર મોડી રાત્રે ત્રણ સિંહોએ એક પશુનો શિકાર કર્યો હતો. આંબરડી ગામ નજીક મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. સિંહોના શિકારને કારણે હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 25 મિનિટથી વધુ સમય સુધી ચાલી શિકારની ઘટના વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ સિંહોએ રસ્તા પર જ પશુને દબોચી લીધું અને તેનો શિકાર શરૂ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. વાહનચાલકોએ સાયરન વગાડીને સિંહોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પશુને બચાવી શકાય. જોકે, સિંહો શિકાર છોડવા તૈયાર નહોતા. આ સમગ્ર ઘટના મુખ્ય હાઇવે પર 25 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી. રાજુલા-સાવરકુંડલા માર્ગ પર હાઇવેની વચ્ચે શિકારની આ પહેલી ઘટના આખરે ત્રણેય સિંહો પશુને રોડની નીચે લઈ ગયા અને ત્યાં તેનો શિકાર કર્યો. સિંહોના હાઇવે પર શિકારના દૃશ્યો જોઈને વાહનચાલકોમાં કુતૂહલ અને થોડો ભય પણ જોવા મળ્યો હતો. આ પહેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પણ સિંહોએ રોડ કિનારે મારણ કર્યું હતું. જોકે, રાજુલા-સાવરકુંડલા માર્ગ પર હાઇવેની વચ્ચે શિકારની આ પહેલી ઘટના છે. ઘટના બાદ વન વિભાગને જાણ થતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર-ખંભાળિયા હાઈવે પર ઓવરટેક કરવા બાબતે બોલાચાલી:ક્રેટા કારના ચાલકે બોલેરોના ડ્રાઈવરને માર માર્યો, 80 હજારની સોનાની ચેન ગુમ
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીમાં 11 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવવાની અંતિમ તક:UGમાં 21 હજાર અને PGમાં 12 હજારથી વધુ બેઠકો ખાલી, યાદી વેબસાઇટ પર મૂકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment