Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીમાં 11 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવવાની અંતિમ તક:UGમાં 21 હજાર અને PGમાં 12 હજારથી વધુ બેઠકો ખાલી, યાદી વેબસાઇટ પર મૂકાશે

    12 hours ago

    ગુજરાત યુનિવર્સિટીની UG અને PG કોલેજોમાં ખાલી પડેલી બેઠકો ભરવા માટે 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે. GCAS પોર્ટલ મારફતે હાથ ધરાયેલી આ પ્રક્રિયા લંબાતાં, 90 દિવસનું શૈક્ષણિક સત્ર પૂરું ન થવાને કારણે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ હવે નવરાત્રિને બદલે ડિસેમ્બરમાં યોજાશે. ખાલી બેઠકોની યાદી જાહેર કરશે યુનિવર્સિટીમાં UGની 75 હજારમાંથી 21 હજાર (28%) અને PGની 23 હજારમાંથી 11 હજારથી વધુ (48%) બેઠકો હજુ ખાલી છે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજની રાહ જોઈ રહ્યા હોવાથી બેઠકો ભરાઈ નથી. આથી, કઈ કોલેજમાં કેટલી બેઠકો ખાલી છે તેની યાદી યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરાશે. નવા અને જૂના અરજદારો માટે સુવિધા ઇન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ જોશીના જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યા છે, પરંતુ પ્રવેશ નથી મળ્યો, તેઓ ઓપ્શન એડિટ કરીને કોલેજ પ્રેફરન્સ બદલી શકશે. આ ઉપરાંત, પૂરક કે રેગ્યુલર પરીક્ષામાં પાસ થયેલા અને પ્રવેશથી વંચિત રહેલા તમામ વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    રોડ વચ્ચે જ 3 ડાલામથ્થાએ જીવતા પશુને ચીરી ખાધું:સાવરકુંડલા-રાજુલા હાઇવે પર વાહનચાલકોએ હોર્ન માર્યા છતાં સાવજો ટસના મસ ન થયા, 25 મિનિટ બાદ ઢસડીને લઈ ગયાં
    Next Article
    Volcano Erupts In Indonesia, Main Airport 150 km Away Suspends Ops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment