Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાયાવદરના કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાની ધરપકડ:હત્યાની કોશિશના ગુનામાં આરોપી 3 મહિનાથી નાસ્તો ફરતો'તો, 21 દિવસ પહેલા તેનો ગેરકાયદે આલીશાન બંગલો તોડી પડાયો

    1 सप्ताह पहले

    • પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના પિતાની હત્યા સહિત 11 ગુના નોંધાઈ ચુક્યા છે પૂર્વ મંત્રી મુળુ બેરાના પિતાની હત્યા સહિત ભાયાવદર પોલીસ મથકના ખુનની કોશીષના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ 11 જેટલા ખુન, ખુનની કોશીષ, મારામારી, આર્મ્સ એક્ટ, દુષ્કર્મ સહીત ગુનામાં પકડાઇ ચુકેલ કુખ્યાત આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો શેઠાને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઉપલેટાના વડાળી ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે. 30.03.2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબ શેઠા (ઉ.વ.55)ને ઉપલેટાના વડાળી ગામની અવાવરૂ સીમ વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરીયાદી દીપેનભાઈ વિનોદભાઈ માકડીયા પોતાનુ બાઈક લઈ ઘરે જતાં હોય ત્યારે પડવલા ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચતા આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા તથા તેનો દીકરો અને ત્રણ અજાણ્યા શખ્સો થાર ફોરવ્હીલ વાહન વડે ફરીયાદીને મારી નાખવાના ઈરાદે ફરીયાદીના બાઈક પાછળ ઠોકર મારી ફરીયાદીને પછાડી બેઝબોલના ધોકા તથા પાઈપ વડે માર મારી ગંભીર ઈજા કરી નાસી છૂટ્યા હતાં જેથી ભાયાવદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબ શેઠા વિરુદ્ધ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના પિતાની હત્યાનો પણ ગુનો નોંધાયેલ છે આ ઉપરાંત તેમના વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એકટ સહિત 13થી વધુ ગંભીર ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા 300 ચોરસ વાર જગ્યામાં ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી રહી છે જેને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદારની હાજરીમાં 01.05.2026ના રોજ બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણ દૂર કરી દેવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:UGVCL સબસ્ટેશનના સમારકામથી 23થી વધુ વિસ્તારોમાં વીજ કાપ, પાણી વિતરણ વ્યવસ્થાને અસર
    Next Article
    જામનગર SOGએ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું:શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર સઘન ડ્રાઈવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment