Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમને ગંગાજળ કોણ પીવડાવશે:મહાપાલિકાના 3 ટીપીઓએ 2066 બાંધકામ 15 દી’માં તોડવાના હતા, જે બે વર્ષથી ઊભા છે

    15 hours ago

    રાજકોટ મહાપાલિકાના ટીપી વિભાગના અધિકારીઓ કેવી કામગીરી કરે છે તેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. શહેરમાં કોઈપણ સ્થળે રહેણાંક કે કોમર્શિયલનું ગેરકાયદે બાંધકામ થતું હોય તો તે તોડી પાડવા માટે અંતિમ નોટિસ 260(2) આપવામાં આવે છે. ત્યારબાદના 15 દિવસમાં આ બાંધકામ ફરજિયાતપણે તોડી પાડવાનું હોય છે. ઓપરેશાન ગંગાજળ હેઠળ રાજ્ય સરકાર ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરી રહી છે એટલે કે, ફરજિયાત નિવૃત્ત કરી દે છે ત્યારે રાજકોટમાં પણ ઓપરેશન ગંગાજળ કરવાની તાતી જરૂરિયાત છે. મનપાના જનરલ બોર્ડમાં જ અપાયેલા એક લેખિત જવાબ મુજબ રાજકોટ શહેરમાં 260(2)ની નોટિસ આપવામાં આવી હોય તેવા ઈસ્ટ ઝોનમાં 1656, સેન્ટ્રલ ઝોનમાં 187 અને વેસ્ટ ઝોનમાં 223 મળી કુલ 2026 બાંધકામ છેલ્લા બે વર્ષથી ગેરકાયદે રીતે ઊભા છે. આના માટે શહેરના ત્રણેય ટીપીઓ અમી પટેલ, ભાર્ગવ બરવાડિયા અને હેતલ સોરઠિયા જવાબદાર છે. મનપાના આ ત્રણેય અધિકારીઓ માત્ર અંતિમ નોટિસ આપીને બેસી ગયા છે. ડિમોલિશન કરતાં નથી. જનરલ બોર્ડમાં જ પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં પ્રથમ નોટિસ એટલે કે 260(1) હેઠળ વેસ્ટ ઝોનમાં 1176, ઈસ્ટ ઝોનમાં 3440 અને સેન્ટ્રલ ઝોનમાં 1312 મળી કુલ 5828ને નોટિસ આપવામાં આવી હતી. તેમાંથી બાંધકામ કરનારાઓએ પુર્તતા કરી દેતાં છેલ્લે 2066 લોકોને અંતિમ નોટિસ એટલે કે, 260(2) ફટકારવામાં આવી છે. 260(2) નોટિસનો કાયદાકીય રીતે એવો મતલબ થાય છે કે, આ બાંધકામ વધુમાં વધુ 15 દિવસમાં તોડી પાડવાનું રહે છે. પરંતુ મનપાના ત્રણેય ટીપીઓએ 260 (2)ની જેઓને નોટિસ આપી છે. તેમાંના 2066 લોકો સામે છેલ્લા બે વર્ષ દરમિયાન કોઈ જ કાર્યવાહી કરી નથી. અને ફરજમાં બેદરકાર રહેનાર ત્રણેય ટીપીઓ સામે મ્યુનિસિપલ કમિશનરે કોઈ પગલાં લીધા નથી. મ્યુનિસિપલ કમિશનર બેદરકારો સામે ડિસમીસ સુધીના પગલાં લઈ શકે છે બે ટીપીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ સામે મ્યુનિસિપલ કમિશનરનું ભેદી મૌન ટીઆરપી ગેમઝોન બાદ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના ત્રણેય ઝોનમાં ટીપીઓની નિમણૂક કરવામાં આવી છે અને ચોથા મેઇન ટીપીઓ પણ છે છતાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ છેલ્લા બે વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ગેરકાયદેસર બાંધકામો કરનારને ખૂલ્લી છૂટ મળી ગઈ છે. અને ઉપરથી વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનના ટીપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેની ખાતાકીય તપાસ ચાલુ છે છતાં જનરલ બોર્ડમાં કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં બન્ને ટીપીઓના નામ છુપાવી ફક્ત તપાસ ચાલુ છે તેવો અધુરો જવાબ આપવામાં આવ્યો છે અને ટીપીઓ વિરુદ્ધ તપાસ અંગે મ્યુ. કમિશનરને પૂછવામાં આવતા તેમણે આ મુદે કઈ પણ જાણકારી ન આપી ટીપીઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    વિન્ટર શિડ્યુલ જાહેર:દિલ્હી-મુંબઈની રોજ 4 ફ્લાઈટ, સવારે જઈને સાંજે પરત આવી શકાશે
    Next Article
    પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ માટે એક દિવસીય કાર્યક્રમ:કચ્છમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલીમનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment