Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ માટે એક દિવસીય કાર્યક્રમ:કચ્છમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલીમનું આયોજન

    14 hours ago

    કચ્છમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ (NLEP) ને વધુ અસરકારક બનાવવા તેમજ રક્તપિત્તના દર્દીઓની સમયસર સારવાર સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શિબિર યોજાઇ હતી. ભુજ સ્થિત જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે યોજાયેલ તાલીમમાં જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ દરમિયાન જિલ્લા ક્ષય અધિકારીએ ઉપસ્થિત મેડિકલ ઓફિસરોને NLEP અંતર્ગત રક્તપિત્તના દર્દીઓની ઓળખ, ચોક્કસ નિદાન પદ્ધતિ, નિયત સારવાર અને દર્દીઓના ફોલોઅપ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રક્તપિત્તના સામાન્ય લક્ષણો, વહેલા નિદાનની અગત્યતા, સારવાર પ્રક્રિયા તેમજ આ રોગને કારણે શરીરમાં થતી સંભવિત વિકલાંગતા અટકાવવા માટે લેવાના થતા પગલાં અંગે તબીબોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ એક દિવસીય તાલીમ સત્રમાં ખાસ કરીને રક્તપિત્તના દર્દીઓની વહેલી શોધખોળ કરવા, મલ્ટી ડ્રગ થેરાપી (MDT) દ્વારા દર્દીઓને સમયસર દવાઓ પહોંચાડવા, શારીરિક વિકલાંગતા નિવારવા તથા ગ્રામ્ય અને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં આ રોગ અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી જનજાગૃતિ ફેલાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે શરીર પર સંવેદના વગરનો આછો કે લાલાશ પડતો ડાઘ, ચામડી પર સુન્નપણું અથવા નસોમાં જાડાપણું કે ફેરફાર જણાય તો તેને જરાય અવગણવો નહીં અને તાત્કાલિક નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ કરાવવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ માટે એક દિવસીય કાર્યક્રમ
    Click here to Read More
    Previous Article
    આમને ગંગાજળ કોણ પીવડાવશે:મહાપાલિકાના 3 ટીપીઓએ 2066 બાંધકામ 15 દી’માં તોડવાના હતા, જે બે વર્ષથી ઊભા છે
    Next Article
    સેવા સંકલ્પ અભિયાન:ભુજના હમીરસર તળાવમાં સફાઈ ઝુંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment