Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક કાલથી 3 દિવસ ગુજરાતમાં:2027ની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરશે, સૌરાષ્ટ્રમાં જિલ્લા પ્રમુખો અને કાર્યકરો સાથે સંવાદ અને બેઠકો કરશે

    1 day ago

    ગુજરાત કોંગ્રેસને સંગઠનાત્મક રીતે વધુ મજબૂત બનાવવા AICCના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક 8થી 10 જુલાઈ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિઓ સાથે સંગઠનને મજબૂત કરવા સમીક્ષા બેઠક કરવાના છે. તેમજ કાર્યકરો સાથે સીધો સંવાદ કરી આગામી વ્યૂહરચના પર ચર્ચા કરીને નવા સંગઠનની રચના કરવામાં આવશે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં નિષ્ક્રિય રહેલા નેતાઓને ઘરભેગા કરવા ચર્ચા કરશે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણીમાં સતત પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસ હવે સંગઠનને નવેસરથી મજબૂત બનાવવાના પ્રયાસમાં લાગી ગઈ છે. તે જ દિશામાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ, ગુજરાત પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક 8થી 10 જુલાઈ દરમિયાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસ સુધી મુકુલ વાસનિક સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. જ્યાં સંગઠનના હોદ્દેદારો સાથે અને કાર્યકર્તાઓ સાથે પણ બેઠક કરવાના છે. સંગઠનને મજબૂત કરવા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિષ્ક્રિય રહેલા નેતાઓને પદ પરથી દૂર કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સંવાદ અને સંગઠનની સ્થિતિ પર મંથન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ભાવનગર, મોરબી અને અમરેલી સહિતના જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિઓ સાથે સંગઠનાત્મક સમીક્ષા બેઠક યોજાશે. દરેક જિલ્લામાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરીને સંગઠનની સ્થિતિ, પડકારો અને આગામી કાર્યક્રમોની ચર્ચા બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નિષ્ક્રિય નેતાઓને ઘરભેગા કરી નવા સંગઠનની રચના થઈ શકે આ પ્રવાસને માત્ર ઔપચારિક બેઠક નહીં પરંતુ સંગઠનને સક્રિય અને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમજ સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાર્યું પરિણામ મળ્યું નથી. જેથી સ્વરાજ્યની ચૂંટણીના પરિણામની સમીક્ષા બેઠકમાં શહેર અને જિલ્લા પ્રમુખો પાસેથી નિષ્ક્રિય નેતાઓના નામ પ્રદેશ સંગઠન દ્વારા લેવામાં આવ્યા હતા. જેથી હવે પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતિમાં નિષ્ક્રિય નેતાઓને લઈ ચર્ચા કરવામાં આવશે. તેમજ બેઠક બાદ ચૂંટણીમાં નિષ્ક્રિય રહેલા નેતાઓને પદ પરથી દૂર કરીને નવા સંગઠનની પણ રચના કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં રોટ્રેક્ટ ક્લબ અને 12 સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ:રક્તની અછતને પહોંચી વળવા અને દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હેતુ
    Next Article
    રામમંદિરમાં ચઢાવા ચોરી મામલે દ્વારકા પીઠના શંકરાચાર્યના આકરા પ્રહારો:ગુનેગારોને અવશ્ય દંડ થવો જોઈએ, હિન્દુ મંદિરો પર સરકારનો હસ્તક્ષેપ એ હિન્દુસ્તાનમાં હિન્દુઓનું જ અપમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment