Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિરમાં ચઢાવા ચોરી મામલે દ્વારકા પીઠના શંકરાચાર્યના આકરા પ્રહારો:ગુનેગારોને અવશ્ય દંડ થવો જોઈએ, હિન્દુ મંદિરો પર સરકારનો હસ્તક્ષેપ એ હિન્દુસ્તાનમાં હિન્દુઓનું જ અપમાન

    1 day ago

    રાજકોટના કુવાડવા ગામે ગુરુદત મઠના ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યએ રામમંદિરમાં ચઢાવાની ચોરી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામ મંદિરોમાં ચઢાવો ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. લોકોએ પોતાની કમાણી જ્યાં અર્પણ કરી ત્યાં ચોરી થાય એટલે ખૂબ જ દુઃખ થાય. મંદિર પરંપરા એ સરકારી અધિકારીઓથી નહીં પરંતુ સંતોથી ચાલે છે. માત્ર સનાતન હિન્દુ ધર્મના મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. નામ હિન્દુસ્તાન છે અને અહીં હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે. દ્વારકાની શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકર્યાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, ભગવાન દત્તાત્રેયની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. અહીંના અધ્યક્ષ સ્વામી બ્રહ્મદેવજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમારા દ્વારકા શારદા પીઠના સદગુરુદેવ ભગવાન દ્વારા આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. તે વખતે તેમને વચન લીધું હતું કે પ્રતિષ્ઠામાં આપને આવવાનું છે તો આજે અહીં આવવાનું થયું છે. અહીં ખૂબ જ સુંદર મંદિર અને ખૂબ જ સુંદર મૂર્તિ છે. રામ મંદિરમાં થયેલી ચોરી અંગે પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, જેમને અપરાધ કર્યો છે તેમને અવશ્ય દંડ થવો જોઈએ. જ્યાં જ્યાં તમે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરશો ત્યાં ત્યાં અવ્યવસ્થા થશે. યોગ્ય વ્યક્તિઓને જ કાર્ય સોંપવું જોઈએ. મંદિરનું કામ એ સાધુ મહાત્માઓ અને સંતોનું કામ છે. મંદિર પરંપરાએ સંતોથી ચાલે છે અધિકારીઓથી નથી ચાલતી. સરકારી અધિકારીઓથી મંદિર પરંપરા ચાલતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરનો વહીવટ સંતોની પાસે જ હોવું જોઈએ. કેટલી મોટી ગડબડી થઈ છે લોકોએ પોતાની કમાણી ત્યાં અર્પણ કરી. તેનો શું દુરુપયોગ થયો તો મનમાં દુઃખ થાય છે. સનાતન ધર્મના હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. અન્ય ધર્મમાં સરકારનો હસ્તક્ષેપ નથી. તે અમારી સાથે તો ભેદભાવ છે ને. હિંદુઓ સાથે ભેદભાવ છે. નામ હિન્દુસ્તાન છે અને હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક કાલથી 3 દિવસ ગુજરાતમાં:2027ની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરશે, સૌરાષ્ટ્રમાં જિલ્લા પ્રમુખો અને કાર્યકરો સાથે સંવાદ અને બેઠકો કરશે
    Next Article
    Diljit Dosanjh's Satluj Wins Approval From Jaswant Singh Khalra's Wife: 'I Am Pleased And Relieved'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment