Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયન્સ સિટીમાં સોસાયટીના સભ્યો પર હુમલો થતાં 3 રાઉન્ડ ફાયરિંગ:ફટાકડા ફોડવા બાબતે 20થી 25 લોકોના ટોળાએ હથિયાર સાથે મારામારી કરી, 5 લોકોને ઈજા

    6 hours ago

    અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીના બહાર કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા, જે સોસાયટીના સભ્યની ઉપર આવતા ફટાકડા ફોડવાની ના પડી હતી. આ સમયે યુવકોએ 20થી 25 લોકોના ટોળાએ હથિયાર સાથે સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સોસાયટીના ચારથી પાંચ સભ્ય ઇજાગ્રસ્ત થયા હતા. સોસાયટીના સભ્યો પૈકી એક વ્યક્તિએ હુમલા દરમિયાન સ્વબચાવમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ફડાકડો ઉડીને સોસાયટીના સભ્ય પર આવ્યો સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીમાં રહેતા જીગર પટેલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 6 નવેમ્બરે રાતે તેમની સોસાયટીની બહાર પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના ત્રણ યુવક ફટાકડા ફોડી રહ્યા હતા. જે ફટાકડા ઉડીને સોસાયટીના સભ્યો પર આવતા જીગરભાઈએ ફટાકડા ફોડવાની ન પાડી હતી, છતાં યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. બીજીવાર રોકેટ માથે પડી, ઉશ્કેરાયેલા યુવકોએ ધમકી આપી જે બાદ 8 નવેમ્બરે રાતે ફરીથી આ યુવકો સોસાયટીની બહાર ફટાકડા ફોડવા માટે આવ્યા હતાં. રોકેટ ઉડીને ફરીથી સોસાયટીના સભ્યો પર પડ્યું હતું, જેથી સોસાયટીના સભ્યો ફટાકડા ફોડવાની ના પાડતા યુવકો માન્યા નહોતા અને ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં ફરીથી રોકેટ ઉડીને સોસાયટીના સભ્યો પર પડતા સોસાયટીના સભ્યોએ ફરીથી ફટાકડા ફોડવાની ના પાડી તો આ ત્રણેય યુવકો ઉશ્કેરાઈને કહેવા લાગ્યા કે, અહીં જ ફટાકડા ફોડીશું થાય તે કરી લો. ધોકા સાથે આવેલા ટોળાએ સોસાયટીના સભ્યોને માર માર્યો આ યુવકોએ અન્ય માણસોને બોલાવી લીધા હતા. લગભગ 20થી 25 જેટલા માણસો ધોકા જેવા હથિયાર સાથે સોસાયટી આગળ આવી ગયા હતા અને ઝઘડો કરી બોલાચાલી કરવા લાગ્યા હતા. આ ટોળાએ હુમલો કરતા સોસાયટીના સભ્યોને ઈજા પહોંચી હતી. જીવલેણ હુમલામાં સોસાયટીના ચારથી પાંચ લોકોને ઇજા પહોંચી હતી. આ દરમિયાન સોસાયટીના રાકેશ પટેલ નામના વ્યક્તિએ સ્વબચાવમાં તેમની પાસે રહેલી લાઇસન્સ વાડી પિસ્તોલમાંથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ફાયરિંગ કરતા ટોળું ત્યાંથી નાસી ગયું હતું. 15 યુવક સામે ફરિયાદ આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા બોડકદેવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને 15 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીના નામ
    Click here to Read More
    Previous Article
    દિવાળીએ દેશભરમાં ફટાકડાથી આગની અનેક દુર્ઘટનાઓ, 3નાં મોત:જમ્મુમાં 12 દુકાનો સળગી, નાગપુરમાં બાઈક શોરૂમમાં આગ, પુણેમાં 63 ઘટનાઓ
    Next Article
    સુરેન્દ્રનગરમાં મકાનની છત પર આગ લાગી:દાડમીલ રોડ પરની ઘટનાસ્થળે ફાયર વિભાગની પાંચ ગાડીઓ પહોંચી; રોકેટના તણખારાથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment