Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીએ દેશભરમાં ફટાકડાથી આગની અનેક દુર્ઘટનાઓ, 3નાં મોત:જમ્મુમાં 12 દુકાનો સળગી, નાગપુરમાં બાઈક શોરૂમમાં આગ, પુણેમાં 63 ઘટનાઓ

    6 hours ago

    દિવાળીના દરમિયાન દેશના અનેક શહેરોમાં ફટાકડાંથી આગ લાગવાની અને અકસ્માતોની ઘટનાઓ બની. તેમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા અને કેટલાક લોકો ગુમ છે. રાજસ્થાનના પાલીમાં ફટાકડાંની દુકાનમાં આગ લાગવાથી બે લોકોનાં મોત થયા અને ત્રણ લોકો ગુમ છે. આગની ઝપેટમાં ત્રણ દુકાનો અને અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ થઈ ગયા. બીજી તરફ, દિલ્હીના નરેલામાં રૉકેટ ફટાકડો પેટમાં વાગવાથી 10 વર્ષના બાળકનું મોત થયું. જમ્મુના નેહરુ માર્કેટમાં આગથી 12થી વધુ દુકાનો બળી ગઈ, જ્યારે ઉત્તર પ્રદેશના બાંદામાં ભંગારની દુકાનમાં આગ લાગવાથી આશરે 20-25 લાખ રૂપિયાનું નુકસાન થયું. નાગપુરમાં ટીવીએસ શોરૂમમાં આગ લાગવાથી અનેક ટુ-વ્હીલરો બળી ગયા. પુણેમાં આગની 63 ઘટનાઓ બની. તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગની ઘટનાઓના 3 ફોટા… મુંબઈના ડોંગરીમાં ઝૂંપડપટ્ટીઓ સળગી મુંબઈના ડોંગરી વિસ્તારમાં આગ લાગવાથી અનેક દુકાનો અને ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ થઈ ગઈ, જ્યારે દાદરના કામગાર સ્ટેડિયમમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ 17 મિનિટમાં કાબૂ મેળવી લીધો. મુંબઈના લોખંડવાલામાં આગ લાગવાની બીજી એક ઘટનામાં પણ એક વ્યક્તિનું મોત થયું. મહારાષ્ટ્રના થાણેમાં 17 માળની ઇમારતમાં આગ લાગી. થાણેમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઉપરાંત આસામના જોનાઈ, પુણેના વડગાંવ શેરી, મુંબઈના વિદ્યાવિહાર, સિક્કિમના ગંગટોકમાં સરકારી આવાસ અને ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી. આ ઘટનાઓ બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો રાહત તથા બચાવ કામગીરીમાં જોડાયેલી રહી. ---------------------------- આ સમાચાર પણ વાંચો… દિલ્હી-NCRમાં ફટાકડાંના ધુમાડાથી હવા જોખમી સ્તરે, AQI 418, યુપીના 15 શહેરોમાં ગાઢ ધુમ્મસ દિવાળી બાદ સોમવારે સવારે દિલ્હી-NCRની હવાની ક્વોલિટી ગંભીર કેટેગરીમાં પહોંચી ગઈ. રવિવારે દિવાળીના દિવસે લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા, જેના કારણે સોમવારે સવારે દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘણી ઓછી રહી.
    Click here to Read More
    Previous Article
    એનવીડિયા ચિપ કંપનીના CEOનું ચીની જાસૂસ સાથે અફેર:પત્નીની માફી માંગી, ગુપ્તચર એજન્સીઓને શંકા- મહત્વપૂર્ણ માહિતી ચીન મોકલી
    Next Article
    સાયન્સ સિટીમાં સોસાયટીના સભ્યો પર હુમલો થતાં 3 રાઉન્ડ ફાયરિંગ:ફટાકડા ફોડવા બાબતે 20થી 25 લોકોના ટોળાએ હથિયાર સાથે મારામારી કરી, 5 લોકોને ઈજા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment