Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉબર ઇન્ડિયાના CEO પ્રભજીત સિંહે રાજીનામું આપ્યું:સપ્ટેમ્બરમાં ઓપનએઆઈમાં જોડાશે, કન્ટ્રી મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળશે

    3 days ago

    ઉબર ઇન્ડિયાના CEO પ્રભજીત સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ સપ્ટેમ્બરમાં ચેટજીપીટી બનાવતી કંપની ઓપનએઆઈના ભારતીય ઓપરેશન્સમાં કન્ટ્રી મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે જોડાશે. પ્રભજીત સિંહ ભારતમાં ઓપનએઆઈના સૌથી સિનિયર લીડર હશે અને તેઓ આ જ વર્ષે માર્ચમાં ઓપનએઆઈના એશિયા પેસિફિકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયેલા કિરણ મણીને રિપોર્ટ કરશે. ભારતમાં ઓપનએઆઈનું કામ સંભાળશે પ્રભજીત ઓપનએઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રભજીત સિંહ પર ભારતમાં કંપનીના કન્ઝ્યુમર ગ્રોથ, એન્ટરપ્રાઇઝ એડોપ્શન, પાર્ટનરશિપ, રેગ્યુલેટરી એન્ગેજમેન્ટ અને ઓપરેશન્સની જવાબદારી રહેશે. તેમનું ધ્યાન પાર્ટનરશિપ બનાવવામાં અને ભારતના મોટા AI ઇકોસિસ્ટમને સપોર્ટ કરવામાં રહેશે. સાથે જ તેઓ ગ્રાહકો, વ્યવસાયો, સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને AI થી ફાયદો પહોંચાડવામાં મદદ કરશે. ઉબરમાં પ્રભજીત સિંહની 10 વર્ષની સફર આઈઆઈટી કાનપુર અને આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થી રહેલા પ્રભજીત સિંહ શુક્રવાર સુધી ઉબરના ભારત અને દક્ષિણ એશિયા બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. ઉબર ઇન્ડિયામાંથી તેમનું જવું તેમના એક દાયકા લાંબા પ્રવાસનો અંત છે, જે દરમિયાન તેમણે ભારતભરમાં ઉબરના વિકાસ અને વિસ્તરણની દેખરેખ રાખી. પ્રભજીત ઓગસ્ટ 2015માં જનરલ મેનેજર, હેડ ઓફ સ્ટ્રેટેજી તરીકે ઉબર સાથે જોડાયા હતા. ત્યારબાદ જૂન 2020માં તેઓ પ્રેસિડેન્ટ બન્યા અને આ ક્ષેત્રમાં કંપનીના બિઝનેસનું નેતૃત્વ કર્યું. ઉબર પહેલા તેઓ મેકિન્સે એન્ડ કંપનીમાં એસોસિયેટ પાર્ટનર હતા. ઉબરનું નિવેદન અને આગળનો પ્લાન પ્રભજીતના રાજીનામા પર ઉબરના પ્રવક્તાએ કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારત ઉબરના સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છે, અને તે ઇનોવેશન અને લાંબા ગાળાના વિકાસનું એક મહત્વપૂર્ણ ડ્રાઇવર છે. પ્રવક્તાએ કહ્યું કે આજે અમારા બિઝનેસની મજબૂતી તે ઉત્તમ ટીમ અને પાયાને દર્શાવે છે જે વર્ષોમાં તૈયાર થયો છે. અમે પ્રભજીતને ઉબર સાથેના તેમના એક દાયકાના પ્રવાસમાં તેમના નેતૃત્વ અને સ્થાયી યોગદાન બદલ આભાર માનીએ છીએ. અમે ભારતમાં અમારા વિકાસના આગલા તબક્કા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. ઉબરે હજુ સુધી આ ભૂમિકા માટે કોઈ ઉત્તરાધિકારીની જાહેરાત કરી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે કંપની આગામી અઠવાડિયામાં તેની નેતૃત્વ સંક્રમણ યોજના તૈયાર કરશે. ભારતીય બજારમાં સ્થાનિક કંપનીઓ તરફથી મળી રહેલો પડકાર પ્રભજીત સિંહનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ઉબરને ભારતમાં રેપિડો જેવા સ્થાનિક ખેલાડીઓ તેમજ કો-ઓપરેટિવ રાઇડ-હેલિંગ એપ ભારત ટેક્સી જેવા નવા મોબિલિટી પ્લેટફોર્મ્સ તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રભજીતના કાર્યકાળમાં ઉબરના 6 મોટા ફેરફારો સરકાર સમર્થિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ ONDC દ્વારા ઉબર એપ પર અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ મેટ્રો રાઇડ્સ બુક કરવામાં આવી છે. ગયા મહિને જ ઉબરે ONDC માં ₹60 કરોડના વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી હતી. શું છે ONDC? ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સરકાર સમર્થિત એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે, જે ડિજિટલ કોમર્સ માટે એક ઓપન નેટવર્ક તૈયાર કરે છે અને તેમાં ઉબર જેવી કંપનીઓ રોકાણ અને ઇન્ટિગ્રેશન કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે કમબેક કર્યું, ડકેટની સદી:બીજા દિવસે સ્કોર 223/2, રૂટ-બેથેલ અણનમ; ન્યૂઝીલેન્ડ 438 રનમાં ઓલઆઉટ
    Next Article
    કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:આખું મકાન જમીનદોસ્ત, બે શ્રમિકની હાલત ગંભીર, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા, લોકોમાં ફફડાટ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment