Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભત્રીજીને ડામ આપનાર 3 ફોઈને 20 વર્ષની કેદ:2 લાખમાં સોદો કરી બાળ લગ્ન કરાવ્યા હતા, વિરોધ કર્યો તો સ્ક્રૂ ડ્રાઈવરથી ડામ આપ્યા હતા

    3 days ago

    વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બાળલગ્ન અને પોક્સો કેસમાં કોર્ટે કડક વલણ અપનાવી 3 મહિલા આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરા પર અત્યાચાર, બાળલગ્ન અને જાતીય શોષણના કરવામાં આવ્યું હતું. સમગ્ર આ કેસની વિગતો મુજબ, 17 વર્ષથી ઓછી ઉંમરની ભોગ બનનારી સગીરાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. 16 વર્ષની ઉંમરે 2 લાખ રૂપિયા લઈ લગ્ન કરાવી દીધા હતા પીડિતાએ જણાવ્યું હતું કે, માતા-પિતાના અવસાન બાદ તે પોતાની ફોઈઓ સાથે રહેતી હતી. તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી, ત્યારે ફોઈએ 2 લાખ લઈને અમદાવાદ જિલ્લાના યુવક સાથે તેના લગ્ન કરાવી દીધા હતા. સગીરાને આ લગ્ન મંજૂર ન હોવાથી તે લગ્નના ચાર દિવસ બાદ સાસરેથી પરત ફરી આવી હતી. ત્યારબાદ ફોઈઓએ તેને ફરી સાસરે મોકલવા માટે દબાણ શરૂ કર્યું હતું. સાસરે જવાની ના પાડતાં ત્રણેય ફોઈઓએ મળીને તેની મારપીટ કરી હતી. લગ્ન કરવા ઇનકાર કરતા ફોઈ દ્વારા ગરમ કરેલા સ્ક્રુ ડ્રાઈવરથી કપાળ, ગાલ, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ડામ મૂકવામાં આવ્યા હતા. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ત્રણેય ફોઈને 20 વર્ષની કેદ અને 50 હજારનો દંડ કેસની સુનાવણી બાદ અદાલતે આરોપી ત્રણેય ફોઈઓને દોષિત ઠેરવી દરેકને 20 વર્ષની સખત કેદ તથા રૂ.50 હજાર દંડની સજા ફટકારી છે. દંડની રકમમાંથી રૂ.45 હજાર ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાની રહેશે. આ ઉપરાંત આરોપીઓએ ભોગ બનના સગીરાને પાંચ લાખ રૂપિયા વળતર રૂપે પણ ચૂકવવા માટેના કોર્ટે આદેશ કર્યો છે. લગ્ન કરનાર યુવક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો વારસીયામાં સગીરાના બે લાખ રૂપિયા લઈને લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેની તપાસ દરમિયાન વધુ એક ગંભીર ખુલાસો થયો હતો કે, સગીર વયની હોવા છતાં યુવકે તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા. ત્યારબાદ વારંવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જેલમાં હવાલદાર પર ત્રણ કેદીઓનો હુમલો:ઓળખકાર્ડ માંગતા પાંચ મર્ડરના આરોપી સહિત ત્રણ કેદીઓએ વર્ધી ફાડી જાનથી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    મોરબીમાં વ્યાજખોર પાસા હેઠળ જેલ હવાલે:કલેક્ટરે વોરંટ મંજૂર કરતા વડોદરા જેલમાં મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment