Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલમાં હવાલદાર પર ત્રણ કેદીઓનો હુમલો:ઓળખકાર્ડ માંગતા પાંચ મર્ડરના આરોપી સહિત ત્રણ કેદીઓએ વર્ધી ફાડી જાનથી મારી નાખવાની ધમકી આપી

    3 days ago

    મહેસાણા જિલ્લા જેલના ટેલિફોન બૂથ પર ફરજ બજાવતા હવાલદાર નાથાભાઇ ચૌધરી પર ત્રણ કેદીઓએ હુમલો કરી, સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ અંગે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઓળખકાર્ડ માંગતા કેદી ઉશ્કેરાયો હતો 15 જૂન 2026ના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ, જેલની નવી બેરેક નંબર-1માં રહેતો અને પાંચ મર્ડરના કેસોનો આરોપી ઝાલા મહિપતસિંહ ચંપુભા (મૂળ રહે. સુરેન્દ્રનગર) ટેલિફોન બૂથ પર ફોન કરવા આવ્યો હતો. નિયમ મુજબ હવાલદારે તેની પાસે ઓળખકાર્ડ માંગતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની ગુનાહિત પૃષ્ઠભૂમિનો રોફ જમાવી હવાલદારને જોઈ લેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હવાલદાર પર હુમલો કરતા ઈજાગ્રસ્ત આ ઘટનાના થોડા સમય બાદ, સવારે આશરે સવા અગિયાર વાગ્યે મહિપતસિંહનું ઉપરાણું લઈને અન્ય બે અંડર ટ્રાયલ કેદીઓ ઠાકોર જીગરજી કાળાજી અને ઠાકોર સંજયજી શંકરજી ત્યાં ધસી આવ્યા હતા. તેમણે પણ ઓળખકાર્ડ વગર ફોન કરવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ કેદી સંજયજીએ હવાલદારને પાછળથી પકડી રાખ્યા હતા, જ્યારે જીગરજીએ આગળ આવીને તેમની સરકારી વર્ધી પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઝપાઝપીમાં હવાલદારને ડાબા કાનની પાછળ અને છાતીના ભાગે ઇજાઓ થઈ હતી, તેમજ વર્ધી પરની નેમ પ્લેટ અને સીટી તૂટી જતાં સરકારી મિલકતને નુકસાન થયું હતું. ઈજાગ્રસ્ત હવાલદારને હોસ્પિટલ ખેસડાયા જેલમાં હાજર અન્ય કેદીઓ જહાંગીર અલી સૈયદ, સુહાગ ચૌધરી, મયુર ચૌધરી અને જેલ કર્મચારી ભાવેશભાઇ ચૌધરીએ વચ્ચે પડીને હવાલદારને વધુ માર ખાવામાંથી છોડાવ્યા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત હવાલદારને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જેલ પ્રશાસનની મંજૂરી બાદ, હવાલદાર નાથાભાઇએ સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા અને ગુનાહિત ધાક-ધમકી આપવા બદલ આરોપી કેદીઓ ઝાલા મહિપતસિંહ, ઠાકોર જીગરજી અને ઠાકોર સંજયજી વિરૂદ્ધ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'ઘૂંઘટ'માં ઈશા દેઓલનું અલગ રૂપ દેખાશે:'માય ફ્રેન્ડ ગણેશા' ફેમ રાજીવ રુઈયા આ હૉરર-કોમેડી ફિલ્મનું ડિરેક્શન કરશે; વાર્તા જૂની માન્યતાઓને પડકારશે
    Next Article
    ભત્રીજીને ડામ આપનાર 3 ફોઈને 20 વર્ષની કેદ:2 લાખમાં સોદો કરી બાળ લગ્ન કરાવ્યા હતા, વિરોધ કર્યો તો સ્ક્રૂ ડ્રાઈવરથી ડામ આપ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment