Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના રામપર પાસે ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:પંચકોશી-એ ડિવિઝન પોલીસે 3 આરોપીઓને રૂ.1.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

    2 days ago

    જામનગર-રાજકોટ હાઇવે પર રામપર ગામના પાટિયા પાસે આવેલી શ્રી મોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો ભેદ પંચકોશી-એ ડિવિઝન પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે ત્રણ આરોપીઓને રૂ.1.99 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસની ટીમે વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધવા તપાસ શરૂ કરી હતી. તેમણે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ હતી. આ દરમિયાન પંચકોશી-એ ડિવિઝન પોલીસને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, મોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો સામાન ત્રણ શખ્સો બે મોટરસાઇકલ પર વેચવા નીકળવાના હતા. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બંને મોટરસાઇકલને રોકી તપાસ કરી. આરોપીઓ પાસેથી આલ્ફા કંપનીની એક બેટરી (કિંમત રૂ.12,000), ટ્રકની એક મોટી ઇલેક્ટ્રિક વાયર લૂમ (કિંમત રૂ.32,000) અને એક નાની ઇલેક્ટ્રિક વાયર લૂમ (કિંમત રૂ.25,000) મળી આવી હતી. આ સિવાય, ચોરીમાં વાપરેલી બે હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ (કિંમત રૂ.1.10 લાખ) અને બે મોબાઇલ ફોન (કિંમત રૂ.10,000) પણ જપ્ત કરાયા હતા. આમ, પોલીસે કુલ રૂ.1,99,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં આઇધન બચુ વાઘેલા અને પરવીન ઉર્ફે કરીમ ગોવિંદ વાઘેલાને પકડ્યા છે. આ બંને જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચે, પાણીના ટાંકા પાસે, રેલવે પાટાની બાજુમાં રહે છે. આ ઉપરાંત, ધુવાવ હાઉસિંગ બોર્ડ, પ્રભુની દુકાન સામેની શેરી, જામનગરના રહેવાસી ગગજી અજમલ વાઘેલાને પણ ઝડપી લેવાયા છે. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 331(4), 305 અને 54 હેઠળ નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણના નાના કેરાળામાં સ્વચ્છતા અભિયાન અને દીવડા કાર્યક્રમ યોજાયો:જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકની હાજરીમાં ગ્રામજનોએ શપથ લીધા
    Next Article
    કાર્યવાહી:શંખેશ્વરના રણોદમાં ઘરમાંથી ચોરેલા રૂ. 1.60 લાખના સોના-ચાંદીના દાગીના સાથે 2 ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment