Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના નાના કેરાળામાં સ્વચ્છતા અભિયાન અને દીવડા કાર્યક્રમ યોજાયો:જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકની હાજરીમાં ગ્રામજનોએ શપથ લીધા

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકની હાજરીમાં સ્વચ્છતા અભિયાન અને 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શિરોયા, પદાધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોએ ગામમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ લાવવા સ્વચ્છતાના શપથ લીધા. આ ઉપરાંત, 'સેવા સંકલ્પ અભિયાન'ના પહેલા દિવસે 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમ હેઠળ ગામના સ્વયંભૂ હનુમાનજી મંદિર પરિસરમાં દીપ પ્રગટાવીને ઉજવણી કરાઈ હતી. આ જ રીતે, વઢવાણ તાલુકાના નાના મઢાદ ગામમાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક ભાવેશ દવેની હાજરીમાં 'સ્વચ્છતા હી સેવા 2026' અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ યોજાઈ. આ પ્રસંગે ગ્રામજનોએ સક્રિય રીતે ભાગ લઈને ગામના અલગ-અલગ વિસ્તારોમાં સફાઈ કરી. સફાઈ અભિયાન પૂરું થયા પછી, નિયામકની હાજરીમાં સૌએ પોતાના ગામ અને આસપાસના વિસ્તારને હંમેશા સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે સ્વચ્છતાના શપથ લીધા. આ સાથે જ 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ ગામના મહામંડળેશ્વર મહાદેવ મંદિરમાં 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ પણ યોજાયો. નિયામક ભાવેશ દવેએ મંદિર પરિસરમાં દીપ પ્રગટાવ્યો અને ભક્તિમય વાતાવરણમાં મહાઆરતી કરાઈ. આ બધા કાર્યક્રમોમાં ગામના સરપંચ, તલાટી, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને ઉત્સાહભેર જોડાયા.
    Click here to Read More
    Previous Article
    ચેસ ઓલિમ્પિયાડ-ભારતીય પુરુષ ટીમે ઇટાલીને 3-1થી હરાવ્યું:ગુક્શે બ્રુનેલ્લોને હરાવ્યો; મહિલા ટીમે ગ્રીસને 3.5-0.5થી હરાવ્યું
    Next Article
    જામનગરના રામપર પાસે ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:પંચકોશી-એ ડિવિઝન પોલીસે 3 આરોપીઓને રૂ.1.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment