Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:શંખેશ્વરના રણોદમાં ઘરમાંથી ચોરેલા રૂ. 1.60 લાખના સોના-ચાંદીના દાગીના સાથે 2 ઝબ્બે

    2 days ago

    શંખેશ્વરના રણોદ ગામે ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના ચોર્યા બાદ તેને વેચવા નીકળેલા બે શખ્સો સમી-શંખેશ્વર હાઇવે પર રૂની બસસ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યાં જ SOG ના હાથે ઝડપાઈ ગયા હતા. બાતમીના આધારે પોલીસે બંનેને રોકી તપાસ કરતાં તેમની પાસેથી રૂ 1.60 લાખના દાગીના મળી આવ્યા હતા. દાગીના અંગે સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે આગવી રીતે પૂછપરછ કરી હતી, જેમાં બંનેએ રણોદના બચુભાઈ બજાણીયાના ઘરમાંથી દાગીના ચોર્યાનું જણાવ્યું હતું. SOGની ટીમ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, રૂની ગામના બસસ્ટેન્ડ પાસે બે શખ્સ ચોરીના સોના-ચાંદીના દાગીના લઈને ઊભા છે અને તેને વેચવા જવાના છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી બંનેને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી ચાંદીની જીવનદોરી, બે પોલા કડલા, ચાંદીનો ચોરસો (રણી), કંદોરો, ડબ્બલ નાકાવાળો ઝૂડો, ચાંદીનું મંગળસૂત્ર, સોનાનું ઓમ લખેલું પેન્ડલ અને સોનાની નાકની ચુની મળી આવી હતી. કુલ 1,60,750 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પકડાયેલા બંનેની ઓળખ શંખેશ્વર નાં રણોદ નાં સુનિલભાઈ રાજુભાઈ બજાણીયા અને અજયભાઈ ઝેણાભાઈ બજાણીયા તરીકે થઈ છે. પૂછપરછમાં દાગીના રણોદના બચુભાઈ પચાણભાઈ બજાણીયાના ઘરમાંથી ચોર્યાની કબૂલાત આપ્યા બાદ બંનેને આગળની તપાસ માટે શંખેશ્વર પોલીસને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના રામપર પાસે ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:પંચકોશી-એ ડિવિઝન પોલીસે 3 આરોપીઓને રૂ.1.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
    Next Article
    "Totally Allowed": Trump Defends Putin's Friend Funding His Son's Wedding

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment