Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાનાપોંઢાના ભંડારકચ્છમાં ‘સ્વાસ્થ્ય પોષણ સેવા સંગમ’ યોજાયો:પ્રથમ વખત માતા બનનાર મહિલાઓનું પ્રતિકાત્મક સીમંત કરી પોષણ કીટ અપાઈ

    1 day ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના ભંડારકચ્છ ગામે પીએમ જન મન યોજના હેઠળ નિર્મિત મલ્ટી પર્પઝ સેન્ટર ખાતે ‘સ્વાસ્થ્ય પોષણ સેવા સંગમ’ કાર્યક્રમ યોજાયો હતો. આદિજાતિ બાબત મંત્રાલયની માર્ગદર્શિકા અને વલસાડ આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ અધિકારીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના આરોગ્ય તથા પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના વિકાસ અને પોષણ સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રસીકરણ અને પૌષ્ટિક આહારનું મહત્ત્વ સમજાવ્યું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઈસીડીએસ કપરાડા ઘટક-2ના બાળ વિકાસ યોજના અધિકારી ઉન્નતિ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે ગામના સરપંચ ગંગારામભાઈ, આરોગ્ય વિભાગના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સંજયભાઈ, એએનએમ તૃપ્તિબેન અને મુખ્ય સેવિકાઓ પણ જોડાયાં હતાં. આ પ્રસંગે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સંજયભાઈએ મહિલાઓ અને બાળકોના સંપૂર્ણ રસીકરણનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે સ્વચ્છતા જાળવવા, ઠંડાં પીણાં અને બહારના પેકેજ્ડ ફૂડથી દૂર રહેવા તેમજ ઘરનું પૌષ્ટિક ભોજન અને આંગણવાડીમાંથી મળતા પૂરક પોષણનો લાભ લેવા અપીલ કરી હતી. સરપંચ ગંગારામભાઈએ આંગણવાડી કાર્યકર બહેનોની કામગીરીને બિરદાવી ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું. ગર્ભાવસ્થામાં સંતુલિત આહાર અને માતાના પોષણ પર ભાર મૂક્યો બાળ વિકાસ યોજના અધિકારી ઉન્નતિ ચૌધરીએ સગર્ભા મહિલાઓ સાથે સંવાદ કરી ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજી અને સંતુલિત આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. માતાના પોષણની બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર થતી અસરો સમજાવી હતી. સાથે જ આયર્ન, વિટામિન સહિતનાં સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઊણપથી બાળકના વિકાસ પર થતી વિપરીત અસરો અંગે માહિતી આપી હતી. તેમણે માતાઓને બાળકના આહાર અને દૈનિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. પ્રથમ વખત માતા બનનાર મહિલાઓનું પ્રતિકાત્મક સીમંત કરાયું કાર્યક્રમ અંતર્ગત મહિનાના પ્રથમ મંગળવારે યોજાતી સમુદાય આધારિત ‘સુપોષણ સંવાદ’ પ્રવૃત્તિની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રથમ વખત માતા બનનાર સગર્ભા બહેનોનું પ્રતિકાત્મક સીમંત કરી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પોષણ કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓ, છ માસથી ત્રણ વર્ષનાં બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો અને માતાઓને પૂરક પોષણનો લાભ મળે તે માટે વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક આહાર અને દૂધનું વિતરણ ત્રણથી છ વર્ષનાં બાળકોને આંગણવાડી મારફતે ગરમ નાસ્તો, બપોરનું ભોજન અને દૂધ સંજીવની યોજના અંતર્ગત ફ્લેવર્ડ દૂધ આપવામાં આવ્યું હતું. જ્યારે ‘પોષણ સુધા’ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને એક સમયનું સંપૂર્ણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડી કાર્યકર ગુણવંતીબેને કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વ્યારા સુગરના 850થી વધુ ખેડૂતોને રૂ.7.14 કરોડ ચૂકવાશે:શેરડીનાં બાકી નાણાં સીધા ખાતામાં જમા થશે, ખેડૂતોને દિવાળી પહેલાં આર્થિક રાહત
    Next Article
    160 મનોદિવ્યાંગ બાળકોની દિવાળી બની યાદગાર:વડોદરામાં બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો અનોખો પ્રયાસ, બાળકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી, બાળકોને બ્લેન્કેટથી લઈને મીઠાઈ, કપડાં, બુટ, ફટાકડાની કીટનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment