Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 પૂર આવ્યા પછી અધિકારીઓ જાગ્યા:19 હજાર ઘન મીટર માટી ઉલેચી ખાડીની વહનક્ષમતા વધારી

    1 day ago

    ખાડી પૂર નિવારણ માટે ભામૈયા-કડોદરા, પલસાણા નજીક અને અલથાણ-બમરોલી ખાડીમાં 10 JCB મૂકીને 140 મીટરના પટમાંથી 19 હજાર ઘન મીટર માટી ઉલેચી હોવાનો વિભાગનો દાવો છે. તમામ ખાડીઓના 188 કિ.મી. પટ્ટામાં LiDAR, DGPS અને ડ્રોન સર્વે કરી હાઇડ્રૉલૉજી મૉડલ રન પણ કરાયું છે. 5 સપ્ટેમ્બર સુધીમાં શું ફેરફાર જરૂરી છે તેની સ્પષ્ટતા કરતો રિપોર્ટ રજૂ કરાશે. પલસાણા અને અલથાણ ખાડીમાં 10 JCB મૂકાયાં સિંચાઇ વિભાગે પલસાણાની ભામૈયા-કડોદરા ખાડી તેમજ અલથાણ-બમરોલી ખાડી બ્રિજ પાસે 10 JCBથી 140 મીટર લંબાઇમાં ખાડી પહોળી કરવા 19,000 ઘન મીટર માટી ઉલેચી દૂર કરી હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અહીં સવાલ એ ઊભો થાય છે કે, પ્રિ-મોન્સૂન કામગીરી સહિત પાછલા 6 મહિનામાં આ કામગીરી કેમ ન થઇ શકી? પરવટ-મગોબમાં ખાડી ઓવરફ્લો થવા મુદ્દે તપાસ ખાડી પૂર નિવારણ સમિતિની બેઠકમાં રિપોર્ટ રજૂ થયા બાદ મિડલ રિંગ રોડ પર ખાડી બ્રિજ નજીક પાણી ઓવરફલો થતા હોવાથી તપાસના આદેશ તથા કન્સલટન્ટને સૂચના અપાઈ હતી. જ્યારે મીઠી ખાડી કિનારે વોલ હટાવી RCC રિટેનિંગ વોલ બનાવાય તો વહન ક્ષમતા કેટલી સુધારશે તેની તપાસ માટે પણ આદેશ કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં પ્રિન્સિપાલની નિમણૂંકને લઈને વિવાદ સર્જાયો:પ્રદીપ વર્મા અને સોનુ રાવ સ્વામિનારાયણ યુનિ.માં પણ ફરજ બજાવતા હોવાની DEOને ફરિયાદ મળી
    Next Article
    ગામના ખેડૂતોના વિરોધ બાદ નિર્ણય‎:યાત્રાધામ દ્વારકા નજીક વસઈ એરપોર્ટ પ્રોજેક્ટને જમીનનો અવરોધ, વૈકલ્પિક સ્થળ શોધવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment