Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામના ખેડૂતોના વિરોધ બાદ નિર્ણય‎:યાત્રાધામ દ્વારકા નજીક વસઈ એરપોર્ટ પ્રોજેક્ટને જમીનનો અવરોધ, વૈકલ્પિક સ્થળ શોધવા આદેશ

    1 day ago

    યાત્રાધામ દ્વારકામાં વધતી યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવિત વસઈ ગ્રીનફીલ્ડ એરપોર્ટ યોજનાને ફરી એક વખત જમીનનો અવરોધ નડ્યો છે. વસઈ તથા આસપાસના ગામોની ફળદ્રુપ ખેતીની જમીન એરપોર્ટ માટે સંપાદિત કરવાના નિર્ણય સામે સ્થાનિક ખેડૂતોના વિરોધ બાદ રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રને હવે વૈકલ્પિક સ્થળ શોધવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયને પગલે એરપોર્ટ પ્રોજેક્ટમાં વધુ વિલંબ થવાની શક્યતા ઊભી થઈ છે. એરપોર્ટ માટે દ્વારકા નજીકના વસઈ ગામ આસપાસ અગાઉ આશરે 350 એકર જમીન ચિહ્નિત કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અગાઉ સૂચવાયેલી અન્ય ત્રણ જગ્યાઓને યોગ્ય ન ગણાતા વસઈ આસપાસની જમીનને પસંદ કરવામાં આવી હતી. ચિહ્નિત જમીનમાંથી આશરે 45 ટકા જમીન સરકારી માલિકીની હોવાનું જ્યારે બાકીની જમીન ખાનગી માલિકો અને ખેડૂતો પાસેથી સંપાદિત કરવાની હોવાનું સામે આવ્યું હતું. જોકે, જમીન સંપાદનની પ્રક્રિયા આગળ ધપાવાતા વસઈ સહિત આસપાસના ચાર ગામોના ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો હતો. ખેડૂતોએ વહીવટી તંત્રને આવેદન પાઠવી જણાવ્યું હતું કે પ્રસ્તાવિત જમીન અત્યંત ફળદ્રુપ હોવાથી તેના સંપાદનથી ખેતી આધારિત તેમની આજીવિકા પર સીધી અસર પડશે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે, એરપોર્ટ માટે ફળદ્રુપ ખેતીની જમીન સંપાદિત કરવાને બદલે બિનઉપજાઉ અથવા ઓછા ઉપયોગની જમીન પસંદ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીન જતી રહેશે તો માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ જમીન અને પશુપાલન પર આધારિત માલધારીઓને પણ સ્થળાંતરની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ખેડૂતોના વિરોધ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને સંપાદન પ્રક્રિયામાં સહકાર આપવા સમજાવવાના પ્રયાસો ચાલુ હતા. જોકે, તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારનો અભિગમ બદલાયો હોવાનું માનવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા એરપોર્ટ માટે અન્ય યોગ્ય જમીનનો વિકલ્પ શોધવા તંત્રને સૂચના આપવામાં આવી છે.દ્વારકાની નજીકના જામનગર અને પોરબંદર એરપોર્ટ અનુક્રમે આશરે 150 અને 100 કિલોમીટર જેટલા અંતરે આવેલા છે. બીજી તરફ, અમદાવાદથી ટ્રેન દ્વારા દ્વારકા પહોંચવામાં આશરે 8 કલાક જ્યારે મુંબઈથી લગભગ 17 કલાક જેટલો સમય લાગી શકે છે. અમદાવાદ-દ્વારકા વંદે ભારત કનેક્ટિવિટીથી પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં દ્વારકામાં જ એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ થાય તો દેશ-વિદેશમાંથી આવતા યાત્રાળુઓ,પ્રવાસીઓને મોટી સુવિધા મળી શકે તેમ છે. ખેડૂતોનો વિરોધ હવે એરપોર્ટ પ્રોજેક્ટ માટે સૌથી મોટો જમીની પડકાર બન્યો છે અને વૈકલ્પિક જમીનની શોધ કેટલી ઝડપથી પૂર્ણ થાય છે તેના પર પ્રોજેક્ટની આગળની દિશા નિર્ભર રહેશે.
    Click here to Read More
    Previous Article
    3 પૂર આવ્યા પછી અધિકારીઓ જાગ્યા:19 હજાર ઘન મીટર માટી ઉલેચી ખાડીની વહનક્ષમતા વધારી
    Next Article
    Citi Cuts NMDC's Target As Higher Costs Offset Q1 Volume Gains; Iron Ore Outlook Weak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment