Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી પ્લાઝમા કેસમાં વધુ 3ની ધરપકડ:પ્લાઝમાનું નેટવર્ક ગુજરાતથી બેંગલોર સુધી પહોંચ્યું, આરોપીઓએ 1700 નકલી પ્લાઝમા વેચ્યા હતા

    23 hours ago

    અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા સમય અગાઉ નકલી પ્લાઝમાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. જેમાં અમદાવાદમાં લેબના માલિક, ડ્રાઇવર અને મહારાષ્ટ્રના એક લેબના માલિકની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ તપાસ દરમિયાન વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મહારાષ્ટ્રમાં જ લેબ ચલાવતા હતા. આ ઉપરાંત એક ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ બેંગલોરમાં પણ નકલી પ્લાઝમા વેચતા હતા. અત્યાર સુધી કુલ 1700થી વધુ પ્લાઝમા યુનિટ વેચ્યા હોવાનું સામે આવ્યું છે. નકલી પ્લાઝમા બેંગલોરની બ્લડ બેન્ક અને ફાર્મા કંપનીમાં પણ મોકલ્યું નકલી પ્લાઝમા રેકેટમાં અગાઉ દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ અને બે ડ્રાઇવરની ધરપકડ કરવાના આવી હતી. આરોપીની તપાસ દરમિયાન નકલી પ્લાઝમા મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં અશોક અને પ્રકાશ સાંગલેની લેબમાં મોકલતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ બંનેની પૂછપરછમાં તેમને નકલી પ્લાઝમા બેંગલોરની બ્લડ બેન્ક અને ફાર્મા કંપનીમાં પણ મોકલ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા બેંગલોરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓએ અત્યાર સુધી 1700થી વધુ યુનિટ વેચ્યા આરોપીઓ નકલી પ્લાઝમા પણ 5 હજાર રૂપિયામાં વેચતા હતા. આરોપીઓએ અત્યાર સુધી 1700થી વધુ યુનિટ વેચ્યા છે. જોકે હજુ સુધી એક પણ પ્લાઝમા કોઈ દર્દીને આપવામાં આવ્યા નથી. આ પ્લાઝમા બ્લડ બેન્ક અને ફાર્મા કંપનીમાં જ આપ્યા છે. અમદાવાદમાંથી ઝડપાયેલા 1140 યુનિટ પ્લાઝમા ભેળસેળવાળા હોવાનો ઘટસ્ફોટ અગાઉ અમદાવાદના ચાંગોદરમાં ચાલતી એક નકલી લેબોરેટરીમાંથી ઝડપાયેલા નકલી પ્લાઝમા રેકેટના તાર મહારાષ્ટ્ર સુધી લંબાયા હતા. ચાર આરોપીઓ ઝડપાયા બાદ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે ચાંગોદરમાં દરોડા દરમિયાન પ્લાઝમાના જે 1140 યુનિટ કબજે લીધા હતા તે તમામ ભેળસેળવાળા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન આ પ્લાઝમા ઈફેક્ટિવ નથી અને જો કોઈ દર્દીને ચઢાવવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે. આરોપીઓએ અત્યાર સુધીમાં ભેળસેળવાળા પ્લાઝમાના 2000 કરતા વધુ યુનિટ વેચી નાખ્યા હોવાની વિગતો સામે આવી હતી. નકલી પ્લાઝમાના કારણે કોઈ દર્દીનું મોત થયું છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદમાં ચાલતા નકલી બ્લડ પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ 23 જૂન, 2026એ અમદાવાદના ચાંગોદરમાં ધમધમતી એક લેબોરેટરીમાં બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ઉમેરી અડધા ભાવે વેચી નાખતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મામૂલી રકમ માટે લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર ચાલતા આ રેકેટની સનસનીખેજ વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    30 હજારથી વધુ મિલકતધારકોને ઘરે બેઠાં મળશે વેરા બિલ:મેયર સાગરભાઈ મોદીની પહેલ, હાઉસ ટેક્સ બિલ વ્હોટ્સએપ પર મળશે
    Next Article
    પોરબંદર ખારવા સમાજના પ્રમુખ તરીકે કાન્તીભાઈ બાદરશાહીની વરણી:પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિરે સન્માન સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment