Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર ખારવા સમાજના પ્રમુખ તરીકે કાન્તીભાઈ બાદરશાહીની વરણી:પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિરે સન્માન સમારોહ યોજાયો

    22 hours ago

    પોરબંદર ખારવા સમાજના વાણોટ (પ્રમુખ) તરીકે કાન્તીભાઈ પ્રેમજીભાઈ બાદરશાહીની વરણી કરવામાં આવી છે. આ નિમણૂક બાદ તેમના સન્માનનો એક કાર્યક્રમ પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે યોજાયો હતો. આ સન્માન સમારોહમાં ખારવા સમાજના પૂર્વ વાણોટશ્રીઓ, પંચપટેલો, ટ્રસ્ટીઓ તેમજ બોટ એસોસિએશન, પિલાણા એસોસિએશન, ફિશ સપ્લાયર્સ એસોસિએશન, ફ્રેશ ફિશ સપ્લાયર્સ એસોસિએશન, ફિશ એક્સપોર્ટર્સ એસોસિએશન, સાગરપુત્ર સમન્વય સંસ્થા, પોરબંદર હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સામાજિક, ધાર્મિક અને વ્યાવસાયિક સંસ્થાઓના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કાન્તીભાઈ બાદરશાહીને હારતોરા પહેરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ભાજપ માછીમાર સેલના પ્રદેશ કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી, વિવિધ સમાજોના આગેવાનો, વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં સમાજજનો પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ કાન્તીભાઈ બાદરશાહીને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજના ઉત્થાન, એકતા અને સર્વાંગી વિકાસ માટે તેમના નેતૃત્વ હેઠળ સફળ કામગીરીની આશા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નકલી પ્લાઝમા કેસમાં વધુ 3ની ધરપકડ:પ્લાઝમાનું નેટવર્ક ગુજરાતથી બેંગલોર સુધી પહોંચ્યું, આરોપીઓએ 1700 નકલી પ્લાઝમા વેચ્યા હતા
    Next Article
    After 37 Years At Microsoft, Xbox VP's First LinkedIn Post Is His Layoff

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment