Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી-છઠ પૂજાની ભીડ વચ્ચે પશ્ચિમ રેલવેનો ઐતિહાસિક રેકોર્ડ:ઉધના સ્ટેશનથી 3 દિવસમાં 1.57 લાખ પેસેન્જરો વતન રવાના; હવે છઠ મહાપર્વ માટે 1.27 લાખથી વધુ મુસાફરોની તૈયારી

    6 hours ago

    દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા મુસાફરોની ભારે ભીડનું ઐતિહાસિક મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. 6થી 8 નવેમ્બર દરમિયાન માત્ર ત્રણ દિવસના વિકેન્ડમાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી રેકોર્ડબ્રેક 1.57 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. ખાસ કરીને 7 અને 8 નવેમ્બરની રાત્રે માત્ર 15 કલાકની અંદર સ્ટેશન પ્રશાસને 44,000થી વધુ મુસાફરોનું સફળતાપૂર્વક સંચાલન કરી સંચાલકીય ક્ષમતાનો પરિચય આપ્યો હતો. 3 દિવસમાં 1.29 લાખ મુસાફરો રવાના થયા, 111 ટ્રેનોના સ્ટોપેજ અપાયા ઉધના સ્ટેશનેથી છેલ્લા ત્રણ દિવસમાં 1,29,162 બહાર જતા (આઉટવર્ડ) અને 27,554 આવતા (ઇનવર્ડ) મુસાફરો નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન મુસાફરોની ભીડ નિયંત્રિત કરવા માટે સ્ટેશને કુલ 111 ટ્રેનોને હોલ્ટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઉધનાથી ઉપડતી 27 નિયમિત અને 19 TOD (ટ્રેન્સ ઓન ડિમાન્ડ) સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. પીક અવર્સ દરમિયાન સ્ટેશન પર ભીડ એકઠી ન થાય તે માટે દર 2 કલાકે વધારાની સ્પેશિયલ ટ્રેનો રવાના કરવામાં આવી હતી. દેશનું સૌથી મોટું યાત્રી સુવિધા કેન્દ્ર અને હાઈ-લેવલ પ્લેટફોર્મ બન્યા આશીર્વાદરૂપ રેલવે તંત્ર દ્વારા ઉધના ખાતે તાજેતરમાં 31 ઓક્ટોબરે આશરે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું દેશનું સૌથી મોટું અત્યાધુનિક ‘રેલવે યાત્રી સુવિધા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું હતું, જે આ ભીડને નિયંત્રિત કરવામાં મહત્વનું સાબિત થયું છે. સાથોસાથ પ્લેટફોર્મ નંબર 6ને હાઈ-લેવલ પ્લેટફોર્મમાં અપગ્રેડ કરી નવો સરફેસ, શેડ, સીસીટીવી અને આધુનિક પેસેન્જર સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ટિકિટિંગ વ્યવસ્થા માટે 17 ટિકિટ કાઉન્ટર, 13 એટીવીએમ અને 12 મોબાઈલ યુટીએસ સુવિધાઓ 24 કલાક કાર્યરત રાખવામાં આવી હતી. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે દરેક શિફ્ટમાં 60 ટિકિટ ચેકિંગ સ્ટાફ અને 300 જેટલા આરપીએફ/જીઆરપી જવાનો ખડેપગે તહેનાત રહ્યા હતા. છઠ પૂજા માટે મુંબઈ ડિવિઝનમાંથી 11.67 લાખ મુસાફરોની હિલચાલ અપેક્ષિત આગામી 9થી 13 નવેમ્બર (સોમવારથી શુક્રવાર) દરમિયાન છઠ પૂજાના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા વિસ્તૃત પ્લાનિંગ હાથ ધરાયું છે. આગામી 5 દિવસમાં મુંબઈ ડિવિઝનમાંથી કુલ 343 નિયમિત અને 46 TOD સ્પેશિયલ ટ્રેનો સહિત 389 ટ્રેનો દોડશે, જેના દ્વારા આશરે 11,67,150 મુસાફરો મુસાફરી કરે તેવી ધારણા છે. બિહાર અને પૂર્વાંચલ તરફ જતા મુસાફરો માટે ડિવિઝનમાંથી 29 નિયમિત અને 28 TOD સ્પેશિયલ ટ્રેનો મળીને કુલ 57 ટ્રેનો પ્લાન કરાઈ છે, જેમાં અંદાજે 1,40,660 પેસેન્જરો પ્રવાસ કરશે. ઉધના સ્ટેશનેથી 5 દિવસમાં 1.27 લાખથી વધુ મુસાફરો વતન રવાના થશે સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાંથી બિહાર-યુપી તરફ જતા મુસાફરો માટે ઉધના સ્ટેશન કેન્દ્રબિંદુ બનશે. 9થી 13 નવેમ્બર દરમિયાન ઉધના સ્ટેશનેથી કુલ 24 નિયમિત અને 21 TOD સ્પેશિયલ ટ્રેનો મળીને 45 ઓરિજિનેટિંગ ટ્રેનો ઉપડશે, જેમાં અંદાજે 1,27,310 મુસાફરો પ્રવાસ કરશે. માત્ર ઉત્તર અને પૂર્વ ભારત માટે ઉધનાથી 19 નિયમિત અને 14 TOD સ્પેશિયલ ટ્રેનો સહિત કુલ 33 ટ્રેનો ઉપડશે, જેના દ્વારા 89,310 શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પોતાના વતન પહોંચશે. રેલવે પ્રશાસન, આરપીએફ, જીઆરપી અને સુરત શહેર પોલીસના સંયુક્ત સહયોગથી આગામી દિવસોમાં પણ મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે ઝીરો-ટોલરન્સ સુરક્ષા અને ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન લાગુ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિયેતનામ એરપોર્ટ પર ભારતીયોએ જમાવી મહેફિલ:જમીન પર પલોઠી વાળીને જમવા લાગ્યા, યુઝર્સે કહ્યું- 'આપણે ક્યારે સુધરીશું?'; VIDEO વાઇરલ
    Next Article
    વડોદરામાં કારચાલકે નશામાં એક્ટિવાને ટક્કર મારી:ખંડેરાવ માર્કેટ ફૂલ લેવા જઈ રહેલા માતા-પુત્રને અકસ્માત નડ્યો, માતાનું ઘટનાસ્થળે જ મોત, પુત્ર 6 ફૂટ દૂર ફંગોળાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment