Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં 3 મામલતદારોની બદલી:15 ઓક્ટોબર સુધી ચૂંટણી કામગીરીથી દૂર રહેશે, વિસાવદર, સાયલા અને ગાંધીનગરમાં નવી જવાબદારી સોંપાઈ

    1 day ago

    ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજ્યમાં મામલતદાર વર્ગ-2 કક્ષાના ત્રણ અધિકારીઓની બદલીના સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા આ આદેશ મુજબ, જાહેર હિતને ધ્યાનમાં રાખીને ત્રણેય અધિકારીઓને તેમની વર્તમાન ફરજવાળી જગ્યાએથી બદલી કરીને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. આ વહીવટી ફેરફારથી રાજ્યના અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લાના મહેસૂલી માળખામાં ફેરબદલ જોવા મળશે. કયા અધિકારીની ક્યાં બદલી કરવામાં આવી? મહેસૂલ વિભાગના પરિપત્ર અનુસાર ત્રણેય અધિકારીઓની સાંકળ બદલી કરવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લાના પબ્લિક રિલેશન ઓફિસર (PRO) તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમારસિંહ જી. ચુડાસમાની બદલી જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મામલતદાર તરીકે કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી વિસાવદર મામલતદાર તરીકેનો કાર્યભાર સંભાળતા રાજુ એન. ખોડભાયાને સુરેન્દ્રનગર જિલ્લામાં મૂકવામાં આવ્યા છે અને તેમને સાયલા મામલતદારની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મામલતદાર તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ કે. રાજપૂતની બદલી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કરવામાં આવી છે, જ્યાં તેમને ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં મામલતદાર-1 તરીકે નિમણૂક આપવામાં આવી છે. 15 ઓક્ટોબર સુધી ચૂંટણીલક્ષી કામગીરી નહીં સોંપાય રાજ્યમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વહીવટી ફેરફાર માટે રાજ્ય ચૂંટણી આયોગની પૂર્વમંજૂરી મેળવવામાં આવી છે. જોકે, મહેસૂલ વિભાગના આ હુકમમાં એક વિશેષ અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હાલમાં ચાલી રહેલી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તેની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બદલી પામેલા અધિકારીઓને ચૂંટણી સંબંધિત કોઈપણ કામગીરી સોંપવામાં આવશે નહીં. આ શરત મુજબ, 15 ઓક્ટોબર, 2026 સુધી આ તમામ અધિકારીઓને ચૂંટણીની કામગીરીથી સંપૂર્ણપણે અળગા રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કદવાલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કબડ્ડી સ્પર્ધા યોજાઈ, 10-12 શાળાઓએ ભાગ લીધો
    Next Article
    અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો પર પોલીસ ત્રાટકી:ગુલબાઈ ટેકરા, રાણીપ અને મકરબામાંથી 639 ગ્રામ ગાંજો ઝડપાયો, 3 શખ્સો જેલભેગા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment