Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો પર પોલીસ ત્રાટકી:ગુલબાઈ ટેકરા, રાણીપ અને મકરબામાંથી 639 ગ્રામ ગાંજો ઝડપાયો, 3 શખ્સો જેલભેગા

    1 day ago

    અમદાવાદ શહેરમાં ચોરી અને ડ્રગ્સના વેચાણના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટેરા વિસ્તારમાં એક બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની મતા ઉઠાવી ગયા હતા. બીજી તરફ, શહેરના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડીને ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ બંને ઘટનાઓમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગુલબાઈ ટેકરા અને રાણીપમાંથી ગાંજા સાથે બે શખસો ઝડપાયા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા મોડા દેવાનો વાસમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરી હતી. પીઆઈ એસ.આર. બાવા અને તેમની ટીમે એક મકાનમાંથી ગોપાલ મકવાણા નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપીએ બ્લેન્કેટમાં છુપાવેલો 140 ગ્રામ ગાંજો પોલીસે કબજે કર્યો હતો. પૂછપરછમાં ગોપાલે કબૂલાત કરી હતી કે આ જથ્થો તે બે દિવસ પહેલા ગોમતીપુરના એક શખ્સ પાસેથી લાવ્યો હતો. જ્યારે બીજી બાજુ, રાણીપ પોલીસે મદ્રાસીની ચાલી પાસે રેડ કરીને કરણ ઠાકોર નામના શખ્સને 181.5 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. કરણે આ જથ્થો છારાનગરના અજય છારા પાસેથી ખરીદ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. મકરબામાં ઓર્ચિડ વાઈટફિલ્ડમાં ફ્લેટમાંથી ગાંજો મળ્યો સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.એલ. ચાવડાની ટીમે બાતમીના આધારે મકરબાના ઓર્ચિડ વાઈટફિલ્ડમાં રેડ કરી હતી. પોલીસે એક ફ્લેટમાંથી જુગલ બારોટ નામના આરોપીને 318 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ જથ્થો બોડકદેવના જાંબુવન ફ્લેટમાં રહેતા જયદીપ રાઠોડ પાસેથી લાવ્યો હતો. પોલીસે હવે જયદીપ રાઠોડની શોધખોળ હાથ ધરી છે. મોટેરાના બંધ બંગલામાં તસ્કરોનો હાથફેરો ગાંધીનગરમાં રહેતા સ્કૂલ સંચાલક કેતનભાઈ નાણાવટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મોટેરાના દેવપ્રિયા-2માં આવેલો તેમના બહેન રાજુલબેનનો બંગલો બંધ હતો. તેમના માતા-પિતા માતાની સારવાર માટે ગાંધીનગર રહેવા ગયા હતા. 20 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર વચ્ચે અજાણ્યા તસ્કરોએ ગેલેરીનો દરવાજો અને બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘર સાફ કરવા આવતી મહિલાની દીકરીને આ અંગે જાણ થતાં તેણે કેતનભાઈને જાણ કરી હતી. પરિવારે મોટેરા પહોંચી તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, લેપટોપ, આઈપેડ અને નવા ડ્રેસ ભરેલી બેગ સહિત કુલ ₹5.64 લાખની મતા ચોરાઈ હોવાનું જણાયું હતું. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં 3 મામલતદારોની બદલી:15 ઓક્ટોબર સુધી ચૂંટણી કામગીરીથી દૂર રહેશે, વિસાવદર, સાયલા અને ગાંધીનગરમાં નવી જવાબદારી સોંપાઈ
    Next Article
    વેરાવળ ચોપાટી પર સામૂહિક સફાઈનું આયોજન:સેવા સંકલ્પ અભિયાન હેઠળ સવારે 8થી 9 વાગ્યા સુધી શ્રમદાન; કલેક્ટરે જોડાવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment