Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એયરપોર્ટ પરથી 3 દિવસમાં બીજી વખત ગાંજો ઝડપાયો:બેંગકોકથી બેગમાં છુપાવીને આવેલા ભારતીય પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત, મુસાફરની ધરપકડ

    5 days ago

    અમદાવાદ એયરપોર્ટ પરથી નશાકારક પદાર્થોની દાણચોરીનો સિલસિલો યથાવત છે. ત્યારે ગત 4 એપ્રિલના રોજ બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડથી વધુ થવા જાય છે. વિયેત જેટમાં હેન્ડ બેગમાં છુપાવીને લાવ્યો ગાંજો હેન્ડ બેગ સ્ક્રીનિંગ દરમિયાન શંકાના આધારે, કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઈન્સની ફ્લાઇટ નં. VZ-750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી આવતા ભારતીય નાગરિકને અટકાવ્યો હતો. મુસાફરના હેન્ડ બેગની વિગતવાર તપાસ કર્યા પછી, લીલાશ પડતા પદાર્થવાળા ચાર વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા. NDPS એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ આ પ્લાસ્ટિકના પેકેટનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે આ પેકેટમાં જે પદાર્થ છે તે હાઈડ્રોપોનિક ગાંજા (કેનાબીસ) હોવાની પરીક્ષણમાં પુષ્ટિ મળી, જેનું વજન 1.107 કિલો હતું.પ્રતિબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં આ મુસાફર મહારાષ્ટ્રના ઉલ્લાસનનગરનો હોવાનું જાણવા મળ્યું છે. તે કોની પાસેથી અને કોને આપવા ગાંજો લાવ્યો હતો તે અંગે વધુ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન બે દિવસ પહેલા પણ વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફર ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા.
    Click here to Read More
    Previous Article
    'ક્યાં સુધી મોદીજીના નામે વોટ આપશો, પટેલ ઉમેદવારને સ્થાન આપો':MLA યોગેશ પટેલે કહ્યું-બહારથી કોઈ આવશે તો વિરોધ કરીશું, ‘મોદી તરફી, BJP વિરોધી’ બેનર્સ લાગ્યા
    Next Article
    અમદાવાદના એક વોર્ડમાં ભાજપના 12 નામ નક્કી થશે:ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી કરાશે, આજથી ઘરે ઘરે પત્રિકા વિતરણ કરી પ્રચારના શ્રીગણેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment