Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ક્યાં સુધી મોદીજીના નામે વોટ આપશો, પટેલ ઉમેદવારને સ્થાન આપો':MLA યોગેશ પટેલે કહ્યું-બહારથી કોઈ આવશે તો વિરોધ કરીશું, ‘મોદી તરફી, BJP વિરોધી’ બેનર્સ લાગ્યા

    5 days ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ નંબર 18ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, વિસ્તારમાં વર્ષોથી કાર્યરત અને પક્ષ માટે કામ કરનારા સ્થાનિક કાર્યકરોને જ ટિકિટ આપવી જોઈએ. આ ઉપરાંત વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ સહિતના વિસ્તારોમાં વિવાદિત બેનરો પણ લાગ્યા છે. આ બેનર કોને લગાવ્યા, તે તપાસનો વિષય છે. બસો ભરીને આપણે પહોંચાડ્યા, ચાન્સ મળવો જોઈએઃ યોગેશ પટેલ માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે નામ લીધા વગર કહ્યું કે, ભાઈ તારા વિસ્તારમાં લડ ને અહીં શું છે? અમારે બહુ કાર્યકરો છે. હાજર લોકોને જણાવ્યું કે, બહારથી કોઈ આવે તો આપણે બધાએ લડવાનું છે, વિરોધ કરવાનો. જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે. આપણે બસો ભરીને પહોંચાડ્યા છે. પાર્ટીએ જે કહ્યું છે તે બધું આપણે કર્યું છે, જેથી આપણને ચાન્સ મળવો જોઈએ. ‘મહેરબાની કરીને મારી સાથે કોઈ અબોલા ન કરતા’ મને લોકોએ મત આપ્યા છે, લોકો થકી હું છું. લોકોના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી ધારાસભ્યની છે. પાર્ટી જેને ટિકિટ આપે એને મારે જીતાડવાનો, બરાબર ને. એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ અબોલા ન કરતા. આ પાર્ટી નક્કી કરે છે. ‘મોદીજીનું કામ દેશ ચાલવાનું છે, તમારો વિસ્તાર નહિ’ તો બીજી તરફ વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ અને નિલમ્બર સર્કલ સહિતના સ્થળોએ વિવાદિત બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો, કયા સુધી મોદીજીના નામ પર વોટ આપશો? #પ્રો મોદી #બીજેપી વિરોધી. મોદીજીના નામ પર વોટ આપવો નહીં એમનું કામ દેશ ચાલવાનું છે, નહીં કે તમારો વિસ્તાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પટેલ ઉમેદવારને સ્થાન આપો, જય સરદાર, જય પાટીદાર. સ્થાનિકોને ટિકિટ આપવા પોસ્ટર વોર ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે હવે નિવેદન અને પોસ્ટર શરૂ થઈ ગયું છે. સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા માટે નિવેદનો થઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પોસ્ટર પણ લાગતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    UGC NET December Session 2025: NTA releases revised final answer keys for five subjects
    Next Article
    અમદાવાદ એયરપોર્ટ પરથી 3 દિવસમાં બીજી વખત ગાંજો ઝડપાયો:બેંગકોકથી બેગમાં છુપાવીને આવેલા ભારતીય પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત, મુસાફરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment