Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરરીતિ ઝડપી:મહીસાગર નાયબ કલેક્ટરે 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યૂટીની ગેરરીતિ ઝડપી પાડી

    16 hours ago

    મહીસાગર જિલ્લામાં સરકારને મળવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની સંપૂર્ણ વસૂલાત સુનિશ્ચિત કરવા તેમજ મિલકતોના નોંધાયેલા દસ્તાવેજોમાં દર્શાવાયેલી વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે કોઈ વિસંગતતા રહી ન જાય તે માટે મહીસાગર જિલ્લાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની આકસ્મિક સ્થળ તપાસ અને દસ્તાવેજોની ચકાસણીની કામગીરી કરવામાં આવી છે. આ અંતર્ગત નાયબ કલેક્ટર અને તેઓની ટીમ દ્વારા બાલાસિનોર તાલુકાના સોમનાથ સોસાયટી તથા માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લુણાવાડા તાલુકાના વ્રજ વિહાર ખાતે રૂબરૂ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેચાણ દસ્તાવેજોમાં મિલકતોની જે સ્થિતિ દર્શાવવામાં આવી હતી. તેની સરખામણી સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ સાથે કરવામાં આવતા નોંધપાત્ર તફાવતો સામે આવ્યા હતા. ખાસ કરીને દસ્તાવેજોમાં ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવવામાં આવી હતી, જ્યારે સ્થળ તપાસ દરમિયાન તેના ઉપર બે માળના પાકા બાંધકામો તથા દુકાનના બાંધકામો હોવાનું જણાઈ આવ્યું હતું. આ આધારે સંબંધિત દસ્તાવેજોની બજાર કિંમત તથા લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અંગે પુનઃ ગણતરી કરવામાં આવતા કુલ 12 વેચાણ દસ્તાવેજોમાંથી 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ જોવા મળ આવતા દંડ વસુલ્યો હતો. દસ્તાવેજોની તપાસમાં ગેરરિતી ઝડપાઇ બાલાસિનોર તથા લુણાવાડાના કુલ 12 વેચાણ દસ્તાવેજોની સ્થળ તપાસમાં બાલાસિનોરની સોમનાથ સોસાયટી ખાતેથી રૂા. 3,48,980 અને માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતેથી રૂા. 20,59,783 જ્યારે લુણાવાડા વ્રજ વિહાર ખાતેથી રૂા. 5,65,510 મળી કુલ રૂા. 29,74,273 ની સ્ટેમ્પ ડ્યૂટીની ગેરરીતિ ઝડપી પડાઇ છે.
    Click here to Read More
    Previous Article
    AC ડોમમાં ગરબા માટે ફાયર NOC ફરજિયાત, ગરબા આયોજકો ચેતજો!:અમદાવાદ ફાયર વિભાગ કરશે સરપ્રાઈઝ ચેકિંગ અને ફોટોગ્રાફી, નિયમભંગ બદલ તાત્કાલિક એક્શન; વાંચો શું છે નિયમો?
    Next Article
    માર્ગ- મકાન વિભાગમાં રજૂઆત‎:વરસાદી લાઇન માટે દિવસે ખોદકામથી થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાત્રે કામ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment