Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AC ડોમમાં ગરબા માટે ફાયર NOC ફરજિયાત, ગરબા આયોજકો ચેતજો!:અમદાવાદ ફાયર વિભાગ કરશે સરપ્રાઈઝ ચેકિંગ અને ફોટોગ્રાફી, નિયમભંગ બદલ તાત્કાલિક એક્શન; વાંચો શું છે નિયમો?

    16 hours ago

    નવરાત્રિના તહેવારમાં ખાનગી પાર્ટી પ્લોટ ઉપરાંત હવે એસી ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. નવરાત્રી ગરબાના આયોજકોએ ફાયર સેફ્ટીને લઈને ટેમ્પરરી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ફરજિયાત લેવાનું રહેશે. રાજ્ય સરકારની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરીને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. ખાસ કરીને એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરનારા આયોજકોની ફાયર સેફ્ટી ને લઈને તમામ તકેદારી રાખવા અંગે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. જો તમામ નિયમોનું પાલન કરેલું હશે તો જ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન જો ફાયર સેફટીના નિયમોને લઈને કોઈ પણ બાંધછોડ કે ખામી જણાશે તો તેમની વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ અને હાર્ડ કોપીની ચકાસણી અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવમાં ગરબાના આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ ફોર ટેમ્પરરી સ્ટ્રક્ચર મેળવવાનું રહેશે. જેના માટે રાજ્ય સરકારના ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જેમાં અરજી કર્યા બાદ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કક્ષાના અધિકારીઓ દ્વારા સ્થળ પર ફાયરના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. તમામ પુરાવાઓની હાર્ડ કોપી તેમની પાસેથી મેળવવામાં આવશે. 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું અને અન્ય વિભાગોની NOC પણ જરૂરી ચેકિંગ બાદ ફાયર એનઓસી આપવામાં આવશે. ખાસ કરીને એસી ડોમ માટે ઇમરજન્સી એક્ઝિટ ગેઈટ, ઇલેક્ટ્રીક વાયરીંગ સહિતની તમામ બાબતોની તપાસ કરી અને તેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. જો કોઈપણ નિયમોનો ભંગ જણાશે અથવા પાલન નહીં કરવામાં આવ્યું હોય તો સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. દરેક ગરબા આયોજકોએ ફાયર વિભાગ દ્વારા સર્ટીફીકેટ મેળવવાનું રહેશે અને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન ગરબા આયોજકો દ્વારા કરવામાં આવશે તેનું 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ફોટો સાથે નોટરી કરી સોગંદનામુ જમા કરાવવું ફરજિયાત છે. ગરબાના આયોજકોએ ફાયર વિભાગ સિવાય અન્ય ઓથોરીટી જેવી કે, પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના 'ના-વાંધા પ્રમાણપત્ર' મેળવી લેવાના રહેશે. જનરેટર દૂર રાખવા અને ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે ફરજિયાત ખાસ કરીને એસી ડોમમાં ગરબાનું આયોજન કરનાર ગરબા આયોજકોએ ડીઝલ જનરેટર સ્ટેજ અને મંડપથી 50થી 100 ફૂટ દૂર રાખવાના રહેશે. ઈલેક્ટ્રીક વાયરીંગમાં પીવીસીવાળું વાયરીંગ હોવું ફરજિયાત છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પાસે ચકાસણી કરાવવાની રહેશે. ડોમમાં કાર્પેટ પર અને પડદા ઉપર ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે કરવો ફરજિયાત છે. ઇમરજન્સી અને એક્ઝિટ ગેટ, નો સ્મોકિંગ ઝોન વગેરેના બોર્ડ લગાવવાના રહેશે. ફાયર એક્સ્ટિંગ્વિશર ઓપરેટ કરનાર જાણકાર વ્યક્તિને પણ રાખવા ફરજિયાત છે. નવરાત્રીમાં સલામતી અર્થે ફાયર સેફટી અંગેની સૂચના
    Click here to Read More
    Previous Article
    ‘કેપ્ટન સ્મિત અમારા ગામના જમાઈ છે’:ગૌરવ લેવામાં BJPના નેતાએ ઢીલ ના મુકી; સ્પીચ આપતા વાઘાણી ફગી ગયા, મહિલાઓ ઘેરી વળતા મંત્રી માળીએ સ્માર્ટનેસ બતાવી
    Next Article
    ગેરરીતિ ઝડપી:મહીસાગર નાયબ કલેક્ટરે 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યૂટીની ગેરરીતિ ઝડપી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment