Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ- મકાન વિભાગમાં રજૂઆત‎:વરસાદી લાઇન માટે દિવસે ખોદકામથી થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાત્રે કામ કરો

    15 hours ago

    મહેસાણા શહેરના અતિ વ્યસ્ત અને મહત્વપૂર્ણ મોઢેરા રોડ પર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા હાથ ધરવામાં આવેલી વરસાદી ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે અવારનવાર સર્જાતી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને દિવસના બદલે રાત્રીના સમયે કામગીરી કરવા તેમજ વાહનચાલકોની સલામતી માટે જરૂરી તકેદારી રાખવા માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેરને મહેસાણા મનપાના મેયર સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાએ પત્ર કર્યો છે. મોઢેરા રોડ એ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન વાહનોની સતત અવરજવર રહે છે. હાલમાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા આ રોડ પર વરસાદી લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દિવસ દરમિયાન ચાલુ રહેતી હોવાથી વાહનોની અવરજવરમાં અડચણ ઊભી થાય છે અને ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જાહેર જનતાની સુવિધા, માર્ગ પરની ટ્રાફિક વ્યવસ્થા અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેયરે સ્પષ્ટ રજૂઆત કરી છે કે આ કામગીરી દિવસના બદલે રાત્રિના સમયે હાથ ધરવામાં આવે, જેથી દિવસ દરમિયાન રોડ પર ટ્રાફિકની કોઈ સમસ્યા ઊભી ન થાય. કામગીરી દરમિયાન અકસ્માત નિવારવા માટે કામના સ્થળે પૂરતું અને યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટર, ડાયવર્ઝન તથા સાઇનેજ બોર્ડ મૂકવા જણાવ્યું છે. કામ પૂર્ણ થયા પછી રોડ ઝડપથી મોટેરેબલ બનાવવો‎ વરસાદી લાઇન નાંખવાનું કામ પૂર્ણ થયા બાદ માર્ગની સ્થિતિને શક્ય તેટલી વહેલી તકે ફરી વાહન ચલાવવા યોગ્ય (મોટેરેબલ) કરવામાં આવે અને સમગ્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી અપીલ પણ મેયર દ્વારા કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    ગેરરીતિ ઝડપી:મહીસાગર નાયબ કલેક્ટરે 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યૂટીની ગેરરીતિ ઝડપી પાડી
    Next Article
    ગાંધીજીએ માંસ ખાધું, વેશ્યાલયમાં ગયા, આત્મહત્યાના વિચારો આવ્યા:‘જેન-ઝી જેવી ઉંમરે’ મોહનદાસ શું કરી રહ્યા હતા; ‘મહાત્મા’ કેવી રીતે બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment