Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો 29મીથી આરંભ:8 GIDCમાં નવા MOU થવાની સંભાવના, વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં મોટું રોકાણ કરવા ઉદ્યોગો માટે તક

    1 day ago

    ગુજરાતમાં નવા નવા ઉદ્યોગોને આકર્ષવા ઉપરાંત સ્થાનિક કક્ષાએ જે ઉદ્યોગો છે તેમાં પણ નવું મૂડીરોકાણ થાય તે માટે વાઈબ્રન્ટ ગુજરાત મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ગુજરાતના વિવિધ મહાનગરોમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોથી વાઈબ્રન્ટ ગુજરાત મીટ વડોદરા ખાતે યોજવામાં આવશે. આગામી 29 અને 30 જૂનના રોજ આ સમિટ યોજાશે. જેમાં સ્થાનિક ઉદ્યોગો અને સંસ્થાઓ વિવિધ ક્ષેત્રના MOU કરશે. ઉદ્ઘાટન સમારંભમાં મનસુખ માંડવીયા અને મનોહરલાલ ખટ્ટર આવશે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આરંભ સોમવાર તા. 29 જૂનના રોજ થશે. જી.એસ.એફ.સી. ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા ઉદ્યોગો પૈકી ઉદ્યોગકારો અને આમંત્રિતો આ સમિટમાં ઉપસ્થિત રહેશે. આ સમિટમાં સ્થાનિક કક્ષાએ સ્ટાર્ટ અપ અને અન્ય પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવશે. સમાપન સમારંભમાં રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે કાર્યક્રમનું સમાપન 30 જૂન મંગળવારના રોજ કરવામાં આવશે. આ સમાપન સમારોહમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત એ ઉદ્યોગો માટે જાણીતું છે. નવું નવું મૂડીરોકાણ કરવા માટે અનેક ઉદ્યોગોનું માનીતું બની ગયું છે. તેમાંય વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં અનેક મોટા પ્રોજેક્ટ આવી શકે તેમ છે. વડોદરામાં એર બસ પ્રોજેક્ટ તેમજ રેલવે કોચ પ્રોજેક્ટે સમગ્ર વિશ્વમાં વડોદરાને આગવી ઓળખ અપાવી છે. ત્યારે આ સમિટ ખુબ મહત્વની સાબિત થશે. હાલમાં વડોદરા જિલ્લામાં 4984 ઉદ્યોગો વડોદરા શહેર અને જિલ્લામાં 15926 હેક્ટરમાં આઠ મહત્વપૂર્ણ જીઆઇડીસી કાર્યરત છે. જેમાં સાવલી, વાઘોડિયા, પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ, નંદેસરી, રણોલી, પોર રમણગામડી, ડભોઇ અને મકરપુરાનો સમાવેશ થાય છે. સાવલીમાં 583, વાઘોડિયામાં 774, પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં 48, નંદેસરીમાં 427, રણોલીમાં 212, પોર રમણગામડીમાં 511, ડભોઇમાં 75 એકમો કાર્યરત છે. વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી.માં 2354 એકમો કાર્યરત છે. જો કે, બીજી તરફ સાવલી જીઆઇડીસી તરફ પણ ઉદ્યોગકારોનો ઝોક વધતો જાય છે. વડોદરામાં વધુ ઉદ્યોગો આવે તેવા પ્રયાસો વડોદરા શહેર તેમજ જિલ્લામાં અનેક સ્થળોએ ઉદ્યોગોને અનુરૂપ જગ્યા છે. જેમાં ખાસ કરીને ઓટોમોબાઇલ , પેટ્રોકેમિકલ્સ, એગ્રો, પ્લાસ્ટિક, વૂડ અને એન્જીનિયરિંગ ક્ષેત્રનું ઉત્પાદન કરતી કંપનીઓ કાર્યરત છે. રિજનલ સમિટ યોજવા પાછળ અહીં વધુ ઉદ્યોગો આવે અને સ્થાનિક લોકોને પણ વધુને વધુ રોજગારી મળી રહે તેવો પણ આશય છે. આ ઉપરાંત નવા નવા ઉદ્યોગકારો માટે પણ આ એક સુવર્ણ તક માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું વડોદરાની જીએસએફસી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં વીવીઆઈપી અવરજવરના કારણે આજે 27 જૂન પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદથી પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પણ વીવીઆઇપીની અવરજવરને ધ્યાને લઈને વિવિધ સ્થળોએ લાઇટિંગ તેમજ સાફસફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી, એક કિશોર ઝડપાયા; કમલાબાગ પોલીસે ₹55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
    Next Article
    મોરબીના રંગપરમાં લિવ-ઈન પાર્ટનરે યુવતીની હત્યા કરી:દિલભર પર દિલ આવ્યાની શંકા રાખી મધરાતે માથામાં પથ્થર માર્યો, ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment