Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના રંગપરમાં લિવ-ઈન પાર્ટનરે યુવતીની હત્યા કરી:દિલભર પર દિલ આવ્યાની શંકા રાખી મધરાતે માથામાં પથ્થર માર્યો, ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

    23 hours ago

    મધ્ય પ્રદેશની વતની અને હાલ મોરબીમાં મજૂરી કામ કરતી 20 વર્ષીય રેખા ઉર્ફે રિયા, રંગપર ગામની મારબીક કંપનીના લેબર ક્વાર્ટરમાં મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ સાથે છેલ્લા દોઢ મહિનાથી લિવ-ઇનમાં રહેતી હતી. જોકે, તેના લિવ ઈન પાર્ટનરને શંકા હતી કે તેનું દિલભર યાદવ સાથે ચક્કર હતું. જેથી બંને વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો. મહેન્દ્રસિંહે યુવતીના માથામાં પથ્થર માર્યો હતો અને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. રાત્રિના સમયે તકરાર થઈ પ્રાથમિક માહિતી મુજબ, 26 જૂનના રોજ રાત્રે 1:00 વાગ્યાથી સવારના 5:00 વાગ્યા દરમિયાન રેખા અને મહેન્દ્રસિંહ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન મહેન્દ્રસિંહે આવેશમાં આવીને રેખાના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંક્યા હતા અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપીને શંકા હતી કે રેખા કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના યુવક સાથે વાતચીત કરતી હતી અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટના બાદ કોન્ટ્રાક્ટર બિપિન માવજી પરમાર દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા, રાઇટર નારણ છૈયા અને સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. શિવકુમાર પ્રેમલાલ મરાવી (ઉંમર 38)ની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ (મૂળ મધ્ય પ્રદેશ) વિરુદ્ધ 26 જૂનના રોજ રાત્રે 22:30 કલાકે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો-વ્યવસ્થા સામે સવાલ ોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મોરબી જિલ્લામાં હત્યાના અનેક બનાવો નોંધાયા છે. જેમાં અણીયારી ચોકડી, પીપળીયા ચોકડી, વાંકાનેર, શોભેશ્વર રોડ, જેતપર રોડ, માળિયા, ટંકારા અને વનાળીયા જેવા વિસ્તારોમાં બનેલી હત્યાની ઘટનાઓનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો 29મીથી આરંભ:8 GIDCમાં નવા MOU થવાની સંભાવના, વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં મોટું રોકાણ કરવા ઉદ્યોગો માટે તક
    Next Article
    TET ફરજિયાતના વિરોધમાં હવે દેશના સાંસદો સમક્ષ શિક્ષકોના ધામા:રાજ્યમાં 33 હજાર જગ્યાઓ ખાલી, ગ્રાન્ટેડ શાળાઓમાં 12 હજાર ક્લાર્ક-પટ્ટાવાળાની ભરતી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment