Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાની 29મીએ મળશે સામાન્ય સભા:કમિશનરની સિંગાપોર સ્ટડી વિઝિટ સહિત 14 મહત્વના વિકાસ કામોને મળશે મંજૂરી

    4 days ago

    ભાવનગર મહાનગરપાલિકા (BMC) ની આગામી તારીખ 29મીને ગુરુવારના રોજ મેયર ઉષાબેન પુરોહિતના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સાધારણ સભા યોજાશે. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, વહીવટી માળખાકીય સુધારા, મિલકતોની લીઝ રીન્યુઅલ અને લોકકલ્યાણલક્ષી કુલ ૧૪ જેટલા મહત્વપૂર્ણ કાર્યો અને દરખાસ્તો પર વિગતવાર ચર્ચા કરીને અંતિમ મંજૂરીની મહોર મારવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરની સિંગાપોર સ્ટડી વિઝિટને મળશે મંજૂરી આ સાધારણ સભામાં સૌથી મહત્વનો એજન્ડા મ્યુનિસિપલ કમિશનરને અર્બન પ્લાનિંગની વિશેષ 'સ્ટડી વિઝિટ' માટે સિંગાપોર મોકલવા અંગેનો છે. આ પ્રવાસ અંતર્ગત કોર્સ ફી, હોટેલ રોકાણ, સ્થાનિક પરિવહન, દૈનિક ભથ્થું અને બેઝિક ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સિંગાપોર સરકાર/સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે. જ્યારે ભાવનગરથી સિંગાપોર આવવા-જવા માટેનો 'ટુ-વે એર ટ્રાવેલ' ખર્ચ તેમજ અન્ય આનુસંગિક ખર્ચ ભાવનગર મહાનગરપાલિકા ભોગવશે, જેને બોર્ડ બેઠકમાં બહાલી અપાશે. ₹97.50 લાખના સ્ક્રેપ નિકાલ અને ભરતી નિયમોમાં ફેરફાર સાધારણ સભામાં વોટર વર્ક્સ ફિલ્ટર વિભાગના વિવિધ ભંગારના નિકાલ માટે ₹97.50 લાખની સર્વોચ્ચ બોલી લગાવનાર 'ચામુંડા સ્ક્રેપ ટ્રેડર્સ'ને વર્ક ઓર્ડર આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, ચીફ ફાયર ઓફિસર સહિતના સંવર્ગના પગાર ધોરણમાં સુધારો કરી રાજીનામા અટકાવવા અને નાણાકીય બચત કરવાનો નિર્ણય લેવાશે. તેમજ ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ સંવર્ગમાં શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરીને B.Sc. (એગ્રીકલ્ચર/હોર્ટિકલ્ચર) તથા અનુભવના નવા ભરતી નિયમો મંજૂર કરાશે. રિંગ રોડ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને અન્ય મુખ્ય દરખાસ્તો બોર્ડ બેઠકમાં રિંગ રોડ પર આદિવાસી સમાજની લાંબા સમયની માંગણી અનુસાર ભગવાન બિરસા મુંડાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂર કરાશે. આ સાથે આખરી પ્રક્રિયા અંતર્ગત TPO સમક્ષ પાલિકા દ્વારા પરામર્શ આપવો, રક્ષાબંધને 34,025 મહિલાઓને અપાયેલી ફ્રી સિટી બસ મુસાફરીને કાર્યોત્તર મંજૂરી આપી આવી સત્તા સ્ટેન્ડિંગ કમિટીને સોંપવી તેમજ કુંભારવાડા અને ઘોઘા રોડ સ્થિત ટ્રસ્ટોમાં મ્યુનિસિપલ પ્રતિનિધિ નીમવાની બાબતો પણ મંજૂર કરવામાં આવશે. લીઝ રીન્યુઅલ અને જમીન ફાળવણીના પ્રશ્નો ઉકેલાશે મિલકત વ્યવસ્થાપન અંતર્ગત તિલકનગરના પ્લોટ-૨ ની લીઝ મુદત પેનલ્ટી વસૂલીને રીન્યુ કરવી, ખારગેટ ખાતે જમીન ફાળવણીને બહાલી આપવી તેમજ માલધારી સોસાયટીમાં કોમર્શિયલ વપરાશ બંધ થતાં ખુલ્લા પ્લોટની લીઝ પેનલ્ટી સાથે વર્ષ 2050 સુધી રહેણાંક હેતુ માટે લંબાવવા સહિતના મહત્વના પ્રજાલક્ષી નિર્ણયો આ સાધારણ સભામાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ દ્વારા "વોટ ચોર જ્ઞાનેશ કુમાર" સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન:ચૂંટણી કમિશનરના 10 માથાવાળા પૂતળાની તોડફોડ, કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ખેંચતાણ
    Next Article
    17 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત:દીકરી શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થતી હતી, ગઈકાલે ઘરે એકલી હતી ત્યારે જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment