Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 29 જૂને જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી મહાઅભિષેક:સવારે 8 વાગ્યે પ્રસ્થાન, ગજ વેશ દર્શન; 15 દિવસ મંદિર બંધ રહેશે

    23 hours ago

    પાટણમાં 29 જૂને ભગવાન જગન્નાથજીની પવિત્ર જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી રથયાત્રા પૂર્વે યોજાતા આ ઉત્સવમાં 108 મંગલ કળશોના પવિત્ર જળથી ભગવાનનો મહાઅભિષેક કરાશે. ત્યારબાદ ભગવાન ગજ વેશના દર્શન આપશે અને 15 દિવસ માટે મંદિરના પટ બંધ રહેશે. આ જળયાત્રા પાટણના આનંદ સરોવર પાસે આવેલા ગણેશ મંદિરથી સવારે 8:00 વાગ્યે પ્રસ્થાન કરશે. જગન્નાથજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પિયુષભાઈએ આ મહોત્સવની સંપૂર્ણ રૂપરેખા જાહેર કરી છે અને ભક્તોને દર્શનનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે. ઢોલ-નગારા અને સંગીતના સૂર સાથે આ યાત્રા નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને જગન્નાથના નિજ મંદિરે પહોંચશે. જળયાત્રા દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળમાં ચંદન, કેસર, સુગંધિત દ્રવ્યો અને ઔષધિઓ મિશ્રિત કરીને 108 મંગલ કળશ તૈયાર કરાશે. ત્યારબાદ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલભદ્રજી અને ભગિની સુભદ્રાજીને આ પવિત્ર જળ દ્વારા મહાઅભિષેક કરાવવામાં આવશે. જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાતી આ સ્નાનયાત્રા દરમિયાન ભગવાન ગર્ભગૃહમાંથી બહાર પધારી સ્નાનવેદી ઉપર બિરાજે છે અને ભક્તોને નજીકથી દર્શન આપે છે. મહાઅભિષેક સંપન્ન થયા બાદ ભગવાનને ગજ વેશ એટલે કે ગણેશ સ્વરૂપ ધારણ કરાવવામાં આવે છે. આ ઉત્સવની પરંપરા અનુસાર સ્નાનયાત્રા પછી ભગવાન અનવસર લીલામાં પ્રવેશ કરે છે. 108 કળશોના શીતળ જળથી સ્નાન કરવાના કારણે ભગવાનને જ્વર (તાવ) આવ્યો હોવાની ભક્તિમય ભાવના સાથે આગામી 15 દિવસ સુધી મંદિરના મુખ્ય પટ ભક્તો માટે બંધ રાખવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાનને માત્ર જડીબુટ્ટીઓ તથા સાદો ભોગ અર્પણ કરાય છે. પાટણના જગન્નાથજી મંદિરમાં આ પવિત્ર અભિષેક, શાસ્ત્રીય મંત્રોચ્ચાર, વિષ્ણુસહસ્ત્રનામ પાઠ અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 15 દિવસની આ અનવસર લીલા પૂર્ણ કરીને ભગવાન આગામી અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે.
    Click here to Read More
    Previous Article
    દાહોદના લીમડાબરામાં જનકલ્યાણ શિબિર યોજાઈ:આરોગ્ય સેવાઓ સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા
    Next Article
    વડોદરાના થુવાવીમાં 23 જૂને રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:200થી વધુ ખાલી જગ્યાઓ માટે 10થી વધુ કંપનીઓ ઇન્ટરવ્યુ લેશે, સ્વરોજગાર અને વિદેશ રોજગાર અંગે પણ માર્ગદર્શન અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment