Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના થુવાવીમાં 23 જૂને રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:200થી વધુ ખાલી જગ્યાઓ માટે 10થી વધુ કંપનીઓ ઇન્ટરવ્યુ લેશે, સ્વરોજગાર અને વિદેશ રોજગાર અંગે પણ માર્ગદર્શન અપાશે

    1 day ago

    વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના થુવાવી ખાતે આગામી તા. 23 જૂન, 2026ના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને મોડેલ કરિયર સેન્ટર, વડોદરા તેમજ અંજુબેન આર. પટેલ (સેલ્ફ ફાયનાન્સ) આઈટીઆઈ, થુવાવીના સંયુક્ત ઉપક્રમે આ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અંજુબેન આર. પટેલ (સેલ્ફ ફાયનાન્સ) આઈટીઆઈ, થુવાવી ખાતે સવારે 9:30 કલાકથી યોજાનારા આ ભરતી મેળામાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની 10થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ઉમેદવારોના સીધા ઇન્ટરવ્યુ લેશે. જુનિયર એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, કેશિયર, પેકર, ટ્રેઇની, ગ્રુપ ક્રેડિટ ઓફિસર, ટર્નર ઓપરેટર, ફિટર, વેલ્ડર, મશીન ઓપરેટર અને મિગ વેલ્ડર સહિત 200થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી મેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ (બી.કોમ., બી.એ., બી.બી.એ.) લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ પ્રસંગે ઉમેદવારોને રોજગારીની તકો ઉપરાંત વિદેશમાં રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સ્વરોજગાર લોન સહાય યોજના, લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની મફત નિવાસી તાલીમ યોજના, પીએમ ઈન્ટર્નશિપ યોજના અને પીએમવીબીઆરવાય યોજના અંગે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવશે. ભરતી મેળા દરમિયાન સરકારી ઓનલાઈન જોબ પોર્ટલ ‘અનુબંધમ’ અને ‘એનસીએસ’ પર નામ નોંધણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા/રેઝ્યૂમની 5 કોપી સાથે પોતાના ખર્ચે ભરતી મેળાના સ્થળે હાજર રહેવાનું રહેશે. રોજગાર અધિકારી દ્વારા જણાવ્યા મુજબ ભરતી મેળાના આયોજન તથા પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર કે નોકરીદાતા પાસેથી કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ લેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 29 જૂને જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી મહાઅભિષેક:સવારે 8 વાગ્યે પ્રસ્થાન, ગજ વેશ દર્શન; 15 દિવસ મંદિર બંધ રહેશે
    Next Article
    સિદ્ધપુર પાસે કતલખાને લઈ જવાતી 15 ભેંસોને બચાવાઈ:ગૌરક્ષકોએ ટ્રકને ઝડપી પોલીસને બોલાવી, ચાલક-ક્લીનરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment