Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડી પૂર મુદ્દે આંદોલનમાં સાથે છો કે નહીં?:15 દિવસમાં બે વાર પૂર આવતાં રોષે ભરાયેલી જનતાએ કોર્પોરેટરોને બોક્સ અને કઠેડામાં પૂરી પૂછાયા તીખા સવાલો

    11 hours ago

    સુરત શહેરમાં છેલ્લા 15 દિવસની અંદર બે-બે વખત સર્જાયેલી ખાડી પૂરની વિકટ પરિસ્થિતિના કારણે પૂર્વ વિસ્તાર અને ખાસ કરીને વોર્ડ નંબર 18 તથા વોર્ડ નંબર 19ના સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન મીઠી ખાડીના છલકાવાથી હજારો ઘરો અને વેપાર-ધંધામાં પાણી ફરી વળે છે. વર્ષોથી માત્ર આશ્વાસનો અને બેઠકો મેળવી ચૂકેલા સ્થાનિકો હવે લડતના મૂડમાં આવી ગયા છે. પહેલા રોડ પર ઉતરીને આંદોલન કરવાની ચીમકી આપ્યા બાદ, હવે સ્થાનિક નાગરિકોએ સત્તાધીશો અને પ્રજાપ્રતિનિધિઓ સામે એક મોટું સોશિયલ મીડિયા 'વોર' શરૂ કરી દીધું છે. કોર્પોરેટરોને કઠેડા અને સળિયા પાછળ પૂરી પૂછાયા સવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ડિજિટલ પોસ્ટરોમાં સ્થાનિક કોર્પોરેટરોને કઠેડામાં કે જેલ/બોક્સ પાછળ ઊભેલા બતાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો દ્વારા જનતા તેમના લોકપ્રિય પ્રતિનિધિઓ પાસે કડક અને સીધા સવાલો પૂછી રહી છે. "10 વર્ષથી ચાલતો પ્રશ્ન... હવે વધુ નહીં ચાલે!" જેવા આક્રમક સ્લોગનો સાથે આ ઈમેજીસ વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રહીશોનું કહેવું છે કે છેલ્લા એક દાયકાથી મીટીંગો અને પ્રસ્તાવો જ થાય છે, પરંતુ જમીની સ્તર પર કાયમી નિકાલ શૂન્ય રહ્યો છે. મીઠી ખાડીના પૂર પ્રશ્ને ક્રોધે ભરાયેલી જનતાનો કોર્પોરેટરો સામે મોરચો સુરતના મીઠી ખાડી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રિટર્નિંગ પૂરની સમસ્યાથી પીડાતા સ્થાનિક રહીશોમાં ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે સ્થાનિકો દ્વારા વોર્ડ નં. 18 અને 19ના ચારેય કોર્પોરેટરો વિરુદ્ધ આક્રમક પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું છે. જનઆંદોલનના ભાગરૂપે જાહેર કરાયેલા વિવિધ પોસ્ટરોમાં વોર્ડ નં. 18ના કોર્પોરેટરો દિનેશભાઈ રાજપૂરોહિત તથા દીપકભાઈ રબારી અને વોર્ડ નં. 19ના કોર્પોરેટરો પટેલ નાગરભાઈ અંબારામભાઈ તથા અશોકભાઈ શાહના ફોટાઓને બોક્સ/કઠેડામાં તેમજ જેલના સળિયા પાછળ દર્શાવવામાં આવ્યા છે. 'સાલા અબ આયા ઊંટ પહાડ કે નીચે' જેવા આકરા સૂત્રોચ્ચાર સાથે આ નારાજ પૂર પીડિતોએ નેતાઓની ખોટી મીટિંગો અને વચનોથી કંટાળીને આંદોલન અને પોતાની મુખ્ય માંગણીઓમાં સહયોગ આપવા અંગે 'હા' કે 'ના' માં સીધો અને સ્પષ્ટ જવાબ માંગ્યો છે. પૂર પીડિતોની બે મુખ્ય માંગણીઓ સોશિયલ મીડિયા પર ચાલતી આ ડિજિટલ ઝુંબેશમાં જનતા દ્વારા મુખ્ય બે મોટી માંગણીઓ રજૂ કરવામાં આવી છે. પ્રથમ માંગણી મુજબ ચોમાસા દરમિયાન વાલક પાટિયા પાસેની ખાડીનું વધારાનું પાણી તાપી નદી તરફ કાયમી ધોરણે ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. બીજી માંગણીમાં જણાવાયું છે કે મિલેનિયમ-4 માર્કેટ દ્વારા ખાડી પર થયેલું ગેરકાયદેસર અતિક્રમણ તાત્કાલિક દૂર કરીને ખાડીને તેની મૂળ પહોળાઈમાં પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. ‘આંદોલનમાં સાથે છો કે નહીં?’ આ વાયરલ પોસ્ટરોમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે જનતાએ કોર્પોરેટરો પાસેથી કોઈ લાંબા ભાષણો કે આશ્વાસનો માંગ્યા નથી, પરંતુ "શું આ બંને માંગણીઓ અને જનઆંદોલનમાં આપનો સહયોગ છે કે નહીં?" તેવો સીધો પ્રશ્ન પૂછ્યો છે. નેતાઓ આ જનઆંદોલનની સાથે છે કે નહીં તે જાણવા માટે 'હા' (Thumbs Up) અને 'ના' (Thumbs Down) ના વિકલ્પો સાથે સ્પષ્ટ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, જેથી પ્રજા પોતાના પ્રતિનિધિઓની દાનત ઓળખી શકે. વોર્ડ નં. 18 અને 19ના ચારેય નેતાઓ નિશાન પર |સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ આક્રોશમાં વોર્ડ નંબર 18 અને 19ના મુખ્ય કોર્પોરેટરો - શ્રી દિનેશભાઈ રાજપૂરોહિત, શ્રી દીપકભાઈ રબારી, શ્રી અશોકભાઈ શાહ અને શ્રી પટેલ નાગરભાઈ અંબારામભાઈને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. પોસ્ટરોમાં "સહનશક્તિની પણ એક હદ હોય છે... હવે સમય છે કામ કરવાનો, નહીં તો જનતા કરશે નિર્ણય!" જેવી ચેતવણીઓ પણ આપવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે પૂર પીડિતોની એકતા જ હવે ન્યાય અને હક્ક માટેનો રસ્તો બનાવશે. જનઆક્રોશ મોટા આંદોલનનું રૂપ લેશે સમગ્ર પરિસ્થિતિ જોતાં લાગે છે કે ખાડી પૂરનો મુદ્દો હવે માત્ર પ્રાકૃતિક આપદા નથી રહ્યો પરંતુ એક મોટો રાજકીય અને સામાજિક વિવાદ બની ગયો છે. 15 દિવસમાં બે વાર પૂરનો સામનો કરનાર પ્રજા હવે કોર્પોરેશન અને લોકલ નેતાઓ પાસે નક્કર ઉકેલ ઈચ્છે છે. જો આગામી દિવસોમાં આ માંગણીઓ પર અમલ નહીં થાય અને નેતાઓ આંદોલનમાં સમર્થન નહીં આપે, તો સોશિયલ મીડિયાનું આ યુદ્ધ રસ્તા પરના વિરાટ જનઆંદોલનમાં ફેરવાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળા GMERS મેડિકલ કોલેજમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી:જાગૃતિ રેલી, સ્પર્ધાઓ દ્વારા રોગ વિશે માહિતી અપાઈ
    Next Article
    દુષ્કર્મ પીડિત સગીરાના 22 અઠવાડીયાના ગર્ભપાતની હાઇકોર્ટની મંજૂરી:સર્જરી સુરક્ષિત રીતે થઈ શકે એમ હોય તો તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરાશે, 49 દિવસમાં 8મી મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment