Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મ પીડિત સગીરાના 22 અઠવાડીયાના ગર્ભપાતની હાઇકોર્ટની મંજૂરી:સર્જરી સુરક્ષિત રીતે થઈ શકે એમ હોય તો તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરાશે, 49 દિવસમાં 8મી મંજૂરી

    10 hours ago

    ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ 16 વર્ષ અને 07 મહિનાની સગીરાની ગર્ભપાતની અરજી મંજૂર કરી છે. આ સાથે જ 49 દિવસમાં એટલે કે 9 જૂનથી 28 જુલાઈ સુધીમાં 8માં ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી છે. સગીરા સાથે દુષ્કર્મ સંબંધે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. અરજદારે જણાવ્યું હતું કે સગીરા પર થયેલા દુષ્કર્મને કારણે તેને માનસિક અને શારીરિક આઘાત પહોંચ્યો હોવાથી, તેના 22 અઠવાડિયાથી વધુ સમયના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવે. હાઈકોર્ટે G.M.E.R.S. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જૂનાગઢને સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. ડોક્ટરોની પેનલે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે સગીરા આશરે 22 અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે. ગર્ભપાત ન કરાવવાથી સગીરાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે, જેથી ગર્ભપાત કરાવવો એ પીડિતાના હિતમાં છે. હાઈકોર્ટે સગીરાના માનસિક ત્રાસ, સામાજિક પરિસ્થિતિ અને તેના હિતને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપતા હુકમ કર્યો હતો કે તબીબી ટીમ પીડિતાની શારીરિક-માનસિક તપાસ કરી, જો સર્જરી સુરક્ષિત જણાય તો તાત્કાલિક ધોરણે ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરશે. તેના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ રાખવામાં આવશે. પીડિતા પોતાના જોખમે સર્જરી કરાવી રહી હોવાની બાહેંધરી આપશે પીડિતા પોતાના જોખમે આ સર્જરી કરાવી રહી છે તે અંગેનું યોગ્ય બાંહેધરી પત્રક રજૂ કરશે. તબીબોએ ગર્ભના પેશીઓના જરૂરી નમૂના વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્ર કરી તપાસ અધિકારીને DNA ટેસ્ટિંગ માટે સોંપવાના રહેશે. જો બાળક જીવિત જન્મે તો હોસ્પિટલે બાળકને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાની રહેશે જેથી તે સ્વસ્થ રીતે ઉછરી શકે. જો પીડિતા કે તેનું કુટુંબ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટના કાયદાકીય પ્રાવધાનો હેઠળ તે બાળકની સંપૂર્ણ જવાબદારી અને સારસંભાળ સ્વીકારવાની રહેશે. શું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એટલે કે MTP કાયદા હેઠળ મહિલાઓને 20 સપ્તાહના ગર્ભને એક ડોક્ટરની સલાહ પર ખતમ કરવાની મંજૂરી છે. વિશેષ કેટેગરીવાળી મહિલાઓ માટે બે ડોક્ટરોની સલાહ પર પ્રથમ 20 સપ્તાહ સુધી અબોર્શનની અનુમતિ હતી, જેને વધારીને 24 સપ્તાહ કરવામાં આવી હતી. જો ગર્ભ 24 સપ્તાહથી વધુનો હોય તો નવા કાયદા અંતર્ગત મેડિકલ બોર્ડની અનુમતિથી ગર્ભપાત કરી શકાશે. ગર્ભ જો 20 સપ્તાહથી વધુનો હોય તો શું થાય? મહિલાઓ એક ડોક્ટરની સલાહથી 20 સપ્તાહના ગર્ભને ટર્મિનેટ કરાવી શકે છે. વિશેષ કેટેગરીવાળી મહિલાઓ માટે કાયદાકીય રીતે ગર્ભપાત માટે ગર્ભની વયને 20થી વધારીને 24 સપ્તાહ છે. નવા કાયદા અનુસાર જો ગર્ભ 20 સપ્તાહથી વધુનો છે તો અબોર્શન કરી શકાશે. પરંતુ તેની શરતો છે. જેમાં ગર્ભવતી મહિલાના જીવનને જોખમ હોય કે તેના શારીરિક કે માનસિક આરોગ્યને ઊંડો આઘાત લાગવાનો ડર હોય.
    Click here to Read More
    Previous Article
    ખાડી પૂર મુદ્દે આંદોલનમાં સાથે છો કે નહીં?:15 દિવસમાં બે વાર પૂર આવતાં રોષે ભરાયેલી જનતાએ કોર્પોરેટરોને બોક્સ અને કઠેડામાં પૂરી પૂછાયા તીખા સવાલો
    Next Article
    ભરૂચમાં ટ્રાફિક પોલીસે 70થી વધુ વાહનો ડિટેઇન કર્યા:ફ્લાયઓવર નીચે ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે મેગા ડ્રાઇવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment