Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ટ્રાફિક પોલીસે 70થી વધુ વાહનો ડિટેઇન કર્યા:ફ્લાયઓવર નીચે ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે મેગા ડ્રાઇવ

    9 hours ago

    ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર પાર્કિંગની ફરિયાદોને પગલે સિટી ટ્રાફિક પોલીસે મંગળવારથી વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. આ અભિયાન હેઠળ શ્રવણ ચોકડી અને મઢુલી ચોકડી સહિતના ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પાર્ક કરાયેલા 70થી વધુ વાહનોને ડિટેઇન કરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શ્રવણ ચોકડી અને મઢુલી ચોકડી વિસ્તારમાં દહેજ સહિતની ખાનગી કંપનીઓના કર્મચારીઓ ટ્રાન્સપોર્ટ બસ પકડવા માટે પોતાના દ્વિચક્રી વાહનો ફ્લાયઓવર નીચે પાર્ક કરતા હોય છે. આ વાહનો જાહેર માર્ગની બાજુમાં અવ્યવસ્થિત રીતે ઊભા રહેવાથી ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હતો. જેના કારણે વ્યસ્ત સમયે વાહનવ્યવહાર પ્રભાવિત થવા ઉપરાંત અકસ્માતનો ભય પણ રહેતો હતો. તંત્ર દ્વારા અગાઉથી જ ફ્લાયઓવર નીચેના વિસ્તારોને 'નો પાર્કિંગ ઝોન' તરીકે જાહેર કરાયા છે અને સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. તેમ છતાં, ઘણા વાહનચાલકો નિયમોની અવગણના કરીને વાહનો પાર્ક કરતા હતા. આ બાબત ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવતા મંગળવારથી આ ખાસ અભિયાન શરૂ કરાયું છે. ટ્રાફિક પોલીસની ટીમે શહેરના વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનોને ડિટેઇન કર્યા હતા. આ દરમિયાન કેટલાક વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે સમજણ આપી ભવિષ્યમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક ન કરવા સૂચના પણ અપાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા, જાહેર માર્ગોને અવરોધમુક્ત રાખવા અને અકસ્માતો અટકાવવા આ અભિયાન શરૂ કરાયું છે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી ખાસ ડ્રાઇવ યોજી નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. સિટી ટ્રાફિક પોલીસે તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ જાહેર સ્થળો અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવાનું ટાળે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મ પીડિત સગીરાના 22 અઠવાડીયાના ગર્ભપાતની હાઇકોર્ટની મંજૂરી:સર્જરી સુરક્ષિત રીતે થઈ શકે એમ હોય તો તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરાશે, 49 દિવસમાં 8મી મંજૂરી
    Next Article
    16 જુલાઈએ વડોદરાના આ રસ્તા પર ન નિકળતા:વડોદરામાં 12.66 ગ્રામ ગાંજા સાથે રિક્ષાચાલકની ધરપકડ કરી, પોતાના મકાનમાં જ ગાંજો વેચતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment