Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના લીમડાબરામાં જનકલ્યાણ શિબિર યોજાઈ:આરોગ્ય સેવાઓ સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા

    22 hours ago

    દાહોદ તાલુકાના લીમડાબરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સઘન જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મુકાયો હતો. જિલ્લા સભ્ય સહિતના સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના કાર્ડનું વિતરણ કરાયું હતું. શિબિરમાં આયુષ્માન ભારત ઉપરાંત નમો શ્રી અને વય વંદના જેવી કલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અપાયું હતું. વહીવટી તંત્ર દ્વારા યોજનાઓની પાત્રતા અને અરજી પ્રક્રિયા વિશે સવિસ્તાર સમજ આપવામાં આવી હતી. પ્રક્રિયા સરળ બનાવવા સ્થળ પર જ દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધણી કરાઈ હતી. જેના પરિણામે, 38 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ માટે અને 5 લાભાર્થીઓએ વય વંદના યોજના માટે સ્થળ પર જ ફોર્મ ભર્યા હતા. આરોગ્ય વિભાગની સક્રિય ભાગીદારીને કારણે શિબિર આરોગ્ય તપાસનું કેન્દ્ર બની હતી. ડોક્ટરોની ટીમે સ્થાનિકોની સઘન આરોગ્ય તપાસ અને નિદાન કર્યું હતું. કુલ 172 વ્યક્તિઓની OPD તપાસ કરાઈ હતી, જેમાં 68 લોકોની ડાયાબિટીસ અને 68 વ્યક્તિઓના બ્લડ પ્રેશરની તપાસનો સમાવેશ થાય છે. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળાના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું અને નાગરિકોને વધુ વૃક્ષો વાવવા અપીલ કરાઈ હતી. આ શિબિરમાં નાયબ મામલતદાર, સરપંચ, મેડિકલ ઓફિસર, વિસ્તરણ અધિકારી, શાળાના આચાર્ય અને માજી સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નાગરિકોએ સરકારી સેવાઓ ઘરઆંગણે મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    WhatsApp tests new animated message bubbles on iPhone
    Next Article
    પાટણમાં 29 જૂને જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી મહાઅભિષેક:સવારે 8 વાગ્યે પ્રસ્થાન, ગજ વેશ દર્શન; 15 દિવસ મંદિર બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment