Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે 2.84 લાખની છેતરપિંડી:બે દિવસમાં 8 UPI ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા ઉપડી ગયા

    11 hours ago

    મહેસાણાના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને મહેસાણા પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વીણાબેન ગોસ્વામી ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. કોઈ પણ પ્રકારનો OTP આપ્યા વગર જ તેમના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ.2,84,000 ઉપડી જતાં તેમણે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બે દિવસમાં 8 ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા ઉપડી ગયા ફરિયાદી વીણાબેન ગત 6 મેના રોજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હતા. ત્યારે તેમના મોબાઈલ પર બેંક ઓફ બરોડાનો રૂ.91,000 ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ચોંકી ઉઠેલા મહિલા કર્મચારીએ તુરંત બેંકમાં જઈ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે 4મેથી 6 મે દરમિયાન તેમના ખાતામાંથી અલગ-અલગ કુલ 8 ટ્રાન્ઝેક્શન મારફતે લાખો રૂપિયા ઉપડી ગયા છે. OTP આપ્યો ન હતો કે કોઈ અજાણી લિંક પર ક્લિક કર્યું ન હતું આશ્ચર્યજનક વાત એ છે કે વીણાબેને કોઈને પણ પોતાનો OTP આપ્યો ન હતો કે કોઈ અજાણી લિંક પર ક્લિક કર્યું ન હતું, તેમ છતાં UPI ટ્રાન્ઝેક્શન દ્વારા બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને યસ બેંક જેવા અલગ-અલગ ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જે ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા તેના વિરુદ્ધ ગુનો નોંધાયો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1939 પર ફરિયાદ કરી બેંક ખાતું ફ્રીજ કરાવ્યું હતું. હાલમાં શહેર એ-ડિવિઝન પોલીસે જે ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના ધારકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક પોલીસ કર્મચારી જ સાયબર ક્રાઈમનો ભોગ બનતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા સિવિલ હોસ્પિટલ બનશે પ્લાસ્ટિક મુક્ત:સ્વચ્છતા અને પર્યાવરણ જતન માટે અત્યાધુનિક મશીનો કાર્યરત
    Next Article
    નર્મદાના પીંછીપુરા ગામે આગ:બે કાચા મકાન બળીને ખાખ, ઘરવખરી પણ નષ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment