Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા સિવિલ હોસ્પિટલ બનશે પ્લાસ્ટિક મુક્ત:સ્વચ્છતા અને પર્યાવરણ જતન માટે અત્યાધુનિક મશીનો કાર્યરત

    10 hours ago

    પંચમહાલ જિલ્લાની મેડિકલ કોલેજ સંલગ્ન ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતનના હેતુથી એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં 'પ્લાસ્ટિક મુક્ત અભિયાન' અંતર્ગત અત્યાધુનિક મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. આ પહેલથી હોસ્પિટલ હવે 'પ્લાસ્ટિક મુક્ત' બનશે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા દ્વારા ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલોનો યોગ્ય નિકાલ થાય તે માટે એક ક્રશર મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરશે. આ ઉપરાંત, પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ થાય તે માટે હોસ્પિટલમાં કાપડની બેગ આપતું વેન્ડિંગ મશીન પણ સ્થાપિત કરાયું છે. લોકો માત્ર 10 રૂપિયાના નજીવા દરે સરળતાથી કાપડની બેગ મેળવી શકે છે અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ અપનાવી શકે છે. સિવિલ હોસ્પિટલના આ આધુનિક અભિગમથી માત્ર ગંદકી દૂર નહીં થાય, પરંતુ જાહેર સ્થળોએ 'પ્લાસ્ટિક મુક્ત ભારત'નો સંદેશ પણ મજબૂત બનશે. હોસ્પિટલ સત્તાધીશોએ લોકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને પરિસરને સ્વચ્છ રાખવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરવા હડફ: પ્રસૂતિ બાદ માતાનું મોત:નવજાત શિશુ સહિત ત્રણ બાળકોએ માતા ગુમાવી
    Next Article
    મહેસાણામાં મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે 2.84 લાખની છેતરપિંડી:બે દિવસમાં 8 UPI ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા ઉપડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment